EROTIC, PLAYFUL કે LUST, જાણો તમને આમાથી કયા પ્રકારનો પ્રેમ થયો છે - Sandesh
NIFTY 11,439.30 +49.85  |  SENSEX 37,853.06 +187.26  |  USD 68.6850 +0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sex & Relationship
  • EROTIC, PLAYFUL કે LUST, જાણો તમને આમાથી કયા પ્રકારનો પ્રેમ થયો છે

EROTIC, PLAYFUL કે LUST, જાણો તમને આમાથી કયા પ્રકારનો પ્રેમ થયો છે

 | 1:14 pm IST

પ્રેમ એક એવો શબ્દ છે જે ઘણી લાગણીઓ અને ભાવનાઓથી ભરેલો છે. પ્રેમનાં ઘણાં રૂપ છે. આમાથી તમે પણ તમારા જીવનમાં કોઇક લાગણી જરૂર અનુભવી હશે. આજે અમે તમને જણાવીશું પ્રેમનાં એવા પ્રકારો જેને તમે જીવનમાં ક્યારેકને ક્યારેક અનુભવ્યા હશે.

ઇરોટિક લવ

આ પ્રકારનો પ્રેમ સેક્સુઆલિટી અને ઇચ્છાઓથી ભરેલો હોય છે. આ પ્રકારનો પ્રેમ અભિવ્યક્તિનાં ભાવુક રૂપથી ભરેલો હોય છે. તમે જ્યારે કોઇ વ્યક્તિ તરફ આકર્ષાઓ છો ત્યારે તેને અનુભવી શકો છો. ઇરોટિક લવને અનુભવવા માટે તમારે રોમેન્ટિક રિલેશનશિપની જરૂર નથી હોતી. તેને તમે એક રીતે લસ્ટ પણ કહી શકો છો.

યુનિવર્સલ લવ

આ પ્રેમનો એવો પ્રકાર છે જેમાં તમને કોઇ અજાણ્યા વ્યક્તિ પર અચાનક પ્રેમ આવે છે. કેમ કે તે કોઇ મુશ્કેલીમાંથી પસાર થઇ રહ્યો હોય છે. આ પ્રેમ એક રીતે સહાનુભૂતિની રીતે સમજી શકાય છે.

નિસ્વાર્થ પ્રેમ

આ યૂનિવર્સલ પ્રેમનું બીજુ ચરણ છે. આમાં જ્યારે તમને કોઇ સાથે પ્રેમ થાય છે ત્યારે તમે તેનાથી કોઇપણ ચીજની આશા રાખતા નથી. આ એક પ્રકારે સ્પ્રિચ્યુલ લવ છે.

પ્લેફુલ લવ

આ પ્રેમનું એ સ્ટેજ છે જ્યાં બંને લોકો પ્રેમનાં શરૂઆતનાં સ્ટેજને હળવાશમાં લે છે. તેઓ એકબીજાની કંપનીને એન્જોય કરે છે. આ પ્રેમ બંને વચ્ચે સારી દોસ્તીનો અનુભવ કરાવે છે.

લસ્ટવાળો પ્રેમ

કેટલાક લોકોને લસ્ટથી ભરેલો પ્રેમ થાય છે જેમાં તેમને ફક્ત શરીરની ભૂખ હોય છે. તમને ઇચ્છા થાય છે કે તમે કોઇક સાથે શારીરિક સંબંધ બનાવો. આ પ્રકારનાં પ્રેમમાં તમે થોડાક સમયમાં એ માણસથી કંટાળી જાઓ છો.

એકતરફી પ્રેમ

પ્રેમનું આ ખતરનાક અને મુશ્કેલીભર્યુ સ્ટેજ છે. તમે તમારી તરફથી કોઇકને ઘણો જ પ્રેમ કરો છો પરંતુ સામેની વ્યક્તિને તમારી કોઇ જ ચિંતા નથી. તમે સામેવાળી વ્યક્તિ માટે બધુ જ કરવા તૈયાર હોવ છો પરંતુ સામેની વ્યક્તિ તમારી સાથે વાત કરવા પણ તૈયાર નથી. આવા સમયમાં તમારો પ્રેમ જનુની બને છે અને તમે કંઇપણ કરવા તૈયાર થઇ જાઓ છો. આ પ્રકારનાં પ્રેમમાં વ્યક્તિને ભૂલીને આગળ વધવુ હિતાવહ છે.

પ્લેટોનિક લવ

આ પ્રકારનાં પ્રેમમાં સેક્સ અથવા રૉમેન્ટિક ફીલિંગ નથી આવતી અને તે માણસ પાસેથી પણ તમને કોઇ જ ડિમાંડ હોતી નથી. આ પ્રકારનો પ્રેમ બે દોસ્તો વચ્ચે જોવા મળે છે. આ પ્રેમમાં તમે એકબીજાને ભરપુર મદદ કરો છો.

સાચો પ્રેમ

ફિલ્મોમાં બતાવવામાં આવતો પ્રેમ હંમેશા ફિલ્મી જ હોય છે, પરંતુ જો તમે સાચે જ કોઇ સાથે સારી લાગણી હોય તો તમે તેને પ્રેમ કરવા લાગો છો. બે લોકો વચ્ચે મતલબ વગર પ્રેમ થાય તે સાચો પ્રેમ હોય છે. કહેવામાં આવે છે કે સાચો પ્રેમ જીવનમાં એક જ વાર થાય છે.