U.S. President Trump honours Telugu girl for gesture towards COVID-19
  • Home
  • Corona live
  • કોરોના વાયરસ: ભારતીય મૂળની બાળકીનું ડોનાલ્ડ ટ્રમ્પે કર્યું સમ્માન, કારણ કે…

કોરોના વાયરસ: ભારતીય મૂળની બાળકીનું ડોનાલ્ડ ટ્રમ્પે કર્યું સમ્માન, કારણ કે…

 | 10:39 am IST

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોવિડ-19થી છૂટકારો મેળવવા માટે અગ્રીમ મોર્ચા પર તૈનાત નર્સો અને ફાયર ડિપાર્ટમેન્ટના કર્મચારીઓને કુકીઝ અને કાર્ડ મોકલનાર 10 વર્ષની શ્રવ્યા અન્નાપારેડ્ડીને સમ્માનિત કરી છે. શ્રવ્યા ‘ગર્લ્સ સ્કાઉટ ગ્રૂપ’ની સભ્ય છે અને મેરીલેન્ડના હનોવર હિલ્સ એલીમેન્ટ્રી સ્કૂલના ચોથા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને પ્રથમ મહિલા મેલાનિયા ટ્રમ્પે કોરોના વાયરસ સંકટને ઉકેલવા માટે અગ્રીમ મોર્ચા પર તૈનાત કર્મચારીઓની મદદ કરી રહેલા અમેરિકન નાયકોને સમ્માનિત કર્યા, જેમાં આ બાળકી પણ સામેલ છે.

‘વોશિંગ્ટન ટાઇમ્સ’એ એક સમાચારમાં રાષ્ટ્રપતિના હવાલે કહ્યું કે અમે જે પુરુષો અને મહિલાઓને સમ્માનિત કરી રહ્યા છીએ તેઓ અમને યાદ અપાવી રહ્યા છે કે કઠિન સમયમાં પણ જે સ્નેહ અમને બાંધે છે તે આપણને નવી ઊંચાઇ સુધી લઇ જઇ શકે છે.

કોરોના વાયરસથી દુનિયાભરમાં 50 લાખથી વધુ લોકો સંક્રમિત થયા છે. શ્રવ્યા ‘ગર્લ સ્કાઉટ’ના એ ત્રણ બાળકોમાં સામેલ છે જેમને ટ્રમ્પે સમ્માનિત કર્યા. તેના શ્રવ્યાના માતા-પિતા આંધ્રપ્રદેશના છે. મળતી માહિતી પ્રમાણે ‘ગર્લ સ્કાઉટ’ની આ છોકરીઓએ સ્થાનિક ડૉકટર્સ, નર્સો અને ફાયર કર્મચારીઓને કુકીઝના 100 ડબ્બા મોકલ્યા હતા. તેમને હાથેથી બનાવીને 200 કાર્ડ પણ મોકલ્યા હતા. ચીનના વુહાનથી ગયા વર્ષે ડિસેમ્બરમાં ફેલાવાનું શરૂ થયેલા કોરોના વાયરસથી દુનિયાભરમાં 50 લાખથી વધુ લોકો સંક્રમિત થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન