U19 WorldCup : Priyam Garg Says Their Reaction Was Dirty After Win
  • Home
  • Sports
  • Cricket
  • U19 વર્લ્ડકપ: બાંગ્લાદેશી ક્રિકેટર્સના ખરાબ વર્તનને લઇ પ્રિયમ ગર્ગે કર્યો મોટો ખુલાસો

U19 વર્લ્ડકપ: બાંગ્લાદેશી ક્રિકેટર્સના ખરાબ વર્તનને લઇ પ્રિયમ ગર્ગે કર્યો મોટો ખુલાસો

 | 12:07 pm IST

રવિવારના રોજ પોટચેફ્સટ્ટૂમમાં બાંગ્લાદેશની અંડર 19 ક્રિકેટ ટીમે વર્લ્ડ કપ જીતીને પોતાના દેશ માટે સોનેરી ઇતિહાસ રચી દીધો. સાઉથ આફ્રિકાના પોટચેફ્સટ્રૂમમાં અહીં બાંગ્લાદેશે ભારતને 3 વિકેટથી હરાવીને પહેલી વખત આ ખિતાબ પોતાના નામે કર્યો. પરંતુ તેના ખેલાડીઓએ આ જીત પર પોતાના ખરાબ વ્યવહારના લીધે પોતાના દેશની છબી પર કાળું ટિલ્લું લગાવી દીધું છે. પોતાના ખેલાડીઓના બિન-જરૂરી આક્રમક અને નકારાત્મક વ્યવહાર માટે બાંગ્લાદેશની યુવાન ટીમના કેપ્ટન અકબર અલીને પણ માફી માંગવી પડી છે. ભારતીય ટીમના કેપ્ટન પ્રિયમ ગર્ગે બાંગ્લાદેશી ખેલાડીઓની આ હરકતને ‘ડર્ટી’ ગણાવી છે.

આ ખિતાબને જીતાડનાર બાંગ્લાદેશની ટીમે પહેલી વખત ક્રિકેટમાં કોઇ ચેમ્પિયનશીપનો ખિતાબ પોતાના નામે કર્યો છે. આ ઉપલબ્ધિ નોંધાવ્યા બાદ બાંગ્લાદેશના ખેલાડીઓએ જોશમાં પોતાના જ હોશ ગુમાવી દીધા અને તેઓ મેચ પૂરી થયા બાદ ભારતીય ટીમના ખેલાડીઓને મેદાન પર જ બાખડી પડ્યા. બાંગ્લાદેશના ખેલાડીઓની આ ઘટનાની પહેલાં પણ મેચમાં પોતાની ફીલ્ડિંગ દરમ્યાન ભારતીય બોલર્સ સાથે ચણભણ કરતા હતા. તેઓ દરવખતે આક્રમકતા દેખાડી રહ્યા હતા પરંતુ મેચ બાદ તો તેમણે તમામ હદો પાર કરી દીધી અને ભારતીય ખેલાડીઓને અપશબ્દો કહ્યા અને તેમની ટીમના બે ખેલાડીઓએ ભારતીય ખેલાડીઓની સાથે ધક્કામુક્કી સુદ્ધા કરવા લાગ્યા.

બાંગ્લાદેશના કેપ્ટન અકબર અલીએ આ શરમજનક ઘટના માટે માફી માંગી. અલી એ કહ્યું કે ક્રિકેટને જેન્ટલમેન ગેમ તરીકે ઓળખાય છે. એવામાં મારી ટીમની તરફથી હું માફી માંગું છું. અહીં જે પણ થયું તે થવું જોઇતું નહોતું.

ક્રિકોઇન્ફોના એક રિપોર્ટ પ્રમાણે ભારતના કેપ્ટન પ્રિયમ ગર્ગ જ્યારે તેના પર પ્રતિક્રિયા માંગી તો તેમણે સ્પષ્ટપણે બાંગ્લાદેશી ખેલાડીઓને તેના માટે જવાબદાર ગણાવ્યા અને તેમણે મેચ દરમ્યાન પણ વિરોધી ટીમના ખેલાડીઓના વ્યવહારની યાદ અપાવી.

પ્રિયમ ગર્ગે કહ્યું કે અમે સહજ હતા. અમે એ જ વિચાર્યું કે આ રમતનો એક ભાગ છે – તમે કંઇક જીતો છો અને કંઇક હારી જાઓ છો. પરંતુ તેમની પ્રતિક્રિયા ‘ડર્ટી’ (ગંદી) હતી. હું સમજું છે કે આવું થવું જોઇતું નહોતું . પરંતુ ઠીક છે.

આપને જણાવી દઇએ કે આઇસીસી આ મામલા પર ‘ગંભીર’ છે. આઇસીસી સોમવારના રોજ આ મુદ્દા પર પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરશે. તેઓ મેચ રેફરી ગ્રીમ લેબોયના રિપોર્ટની રાહ જોઇ રહ્યા છે.

આ વીડિયો પણ જુઓ : સુપ્રીમ કોર્ટે SC/ST સંશોધન એક્ટને મંજૂરી આપી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન