UAE Suspends Visit Visas For People From Pakistan
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • UAEએ આળવિતરા પાકિસ્તાનને ભણાવ્યો બરાબરનો પાઠ, આપ્યો કમરતોડ ઝાટકો

UAEએ આળવિતરા પાકિસ્તાનને ભણાવ્યો બરાબરનો પાઠ, આપ્યો કમરતોડ ઝાટકો

 | 12:47 pm IST
  • Share

એક તરફ પાકિસ્તાન (Pakistan) FATFના ગ્રે લિસ્ટ (Gray List)માં હોવાથી અને આતંકવાદ (Terrorist)ને લઈને પંકાઈ જવાથી ભારે આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યું છે ત્યારે બીજી તરફ તેની દૂધારૂ ગાય એવા સંયુક્ત અરબ અમિરાતે (UAE) પણ સાથ છોડી દીધો છે. UAE  દ્વારા પાકિસ્તાનના લોકોને વિઝા (UAE Visa) આપવાને લઈને અસ્થાયી પ્રતિબંધ લગાવી દીધો છે. જોકે ભારત પર UAEએ કોઈ પ્રતિબંધ લગાવ્યો નથી.

 UAE પાકિસ્તાન સહિત કુલ 12 દેશોના લોકો માટે આ નવા વિઝા (Visa) આપવા પર પ્રતિબંધ જાહેર કર્યો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે (Pakistan Foreign Ministry) પણ તેની પુષ્ટિ કરી છે. UAEના આ નિર્ણયથી કોરોના વાયરસ (Corona Virus) અને આર્થિક સંકટથી ઝઝુમી રહેલા પાકિસ્તાનની મુશ્કેલીઓ વધશે.

પાકિસ્તાન ઇસ્લામી દેશ હોવા છતાં એના નાગરિકોને આ આરબ દેશના વીઝા નહીં મળે. ખુદ પાકિસ્તાની દૈનિક ટ્રાઇબ્યુન એક્સપ્રેસના અહેવાલ મુજબ પાકિસ્તાનના વિદેશ ખાતાએ બુધવારે સાંજે આ સમાચારને સમર્થન આપ્યું હતું પરંતુ પોતાનો બચાવ કરતાં એવી દલીલ કરી હતી કે વધી રહેલા કોરોનાના સંક્રમણના પગલે યુએઇએ આ પગલું જાહેર કર્યું હતું.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવકતા જાહિદ હાફિઝ ચૌધરીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, UAEનો આ નિર્ણય સંભવત: કોરોનાની બીજી લહેરની ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હોઈ શકે. અમારા ધ્યાનમાં આવ્યું છે કે, UAEએ કુલ 12 દેશો પર આગામી જાહેરાત ના કરવામાં આવે ત્યાં સુધી નવા વિઝા આપવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે UAE પ્રશાસન સાથે આ મામલે સત્તાવાર પુષ્ટિના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે.

જોકે હજી સુધી એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે, આ પ્રતિબંધ વિઝાની કેટલી કેટેગરી પર લાગુ કરવામાં આવશે. UAE બિઝનેસ, ટૂરિસ્ટ, ટ્રાંઝિટ અને સ્ટુડેંટ વિઝા જેવી અનેક કેટેગરીના વિઝા આપે છે. UAEમાં મોટી સંખ્યામાં પાકિસ્તાની નાગરિકો રોજગારી માટે જતા હોય છે આ સ્થિતિમાં UAEનો આ નિર્ણય પાકિસ્તાન માટે એક ઝાટકાથી ઓછો નથી. 

છેલ્લા કેટલાક સમયથી UAE અને ભારત નજીક આવી રહ્યાં છ્હે જ્યારે પાકિસ્તાન સાથેના સંબંધોમાં પડેલી તિરાડ વધુ ને વધુ પહોળી થઈ રહી છે. UAEએ કાશ્મીર મુદ્દે પણ ભારતનું ખુલીને સમર્થન કર્યું હતું. જ્યારે આ ઉપરાંત UAE સાથે ઈઝરાયેલના સ્થપાયેલા સંબંધોને લઈને પાકિસ્તાને આકરી પ્રતિક્રિયા આપી હતી અને UAEની ઝાટકણી કાઢી હતી. હવે પાકિસ્તાનને આ બાબત ભારે પડી રહી છે.

રસપ્રદ વિગત એ છે કે, યુએઇએ પ્રતિબંધ જાહેર કર્યો એવા મોટા ભાગના દેશો મુસ્લિમ દેશો છે. આ દેશોમાં તૂર્કી, યમન, સિરિયા, ઇરાક, સોમાલિયા, લીબિયા, કેન્યા અને અફઘાનિસ્તાનનો સમાવેશ થયો હતો. જ્યારે આ દેશોમાં ભારત પર કોઈ જ પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન