પાણીની તંગી દૂર કરવા UAE ભરશે દુનિયા માટે ચોંકવાનરું પગલું !!! - Sandesh
  • Home
  • World
  • પાણીની તંગી દૂર કરવા UAE ભરશે દુનિયા માટે ચોંકવાનરું પગલું !!!

પાણીની તંગી દૂર કરવા UAE ભરશે દુનિયા માટે ચોંકવાનરું પગલું !!!

 | 2:55 am IST

પાણીની તંગી દૂર કરવા માટે યુનાઇટેડ આરબ અમીરાત (યુએઈ) પોતાના એક મહત્ત્વ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત એન્ટાર્કટિકાથી બરફ ખેંચીને યુએઈના સમુદ્રકિનારે લાવશે. આ પ્રોજેક્ટ પર ૫થી ૬ કરોડ ડોલર આશરે ૩૯૯ કરોડ રૂપિયા રોકવામાં આવ્યા છે. વર્ષ ૨૦૧૯ના પ્રથમ છ મહિનામાં ઓસ્ટ્રેલિયાના પર્થના કિનારે અથવા દક્ષિણ આફ્રિકાના કેપટાઉન સમુદ્રકિનારેથી આ પ્રોજેક્ટ શરૂ થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.

આરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ ખલિફા બિન જાયદ અલ લાહયાન આ પ્રોજેક્ટ પર નજર રાખી રહ્યા છે. સોમવારે અમીરાત ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર નેશનલ એડવાઇઝર બ્યૂરો લિમિટેડે આ પ્રોજેક્ટનો પ્રસ્તાવ મૂક્યો હતો. વર્ષ ૨૦૨૦ના પ્રથમ ત્રણ મહિના સુધીમાં એન્ટાર્કટિકાથી બરફના પહાડ યુએઈ સમુદ્રના કિનારે લવાશે.

કંપની હાલમાં એક એવી ટેક્નોલોજી વિકસાવી રહી છે. જેથી પરિવહન સરળ બને અને આ દરમિયાન કોઈ બરફ પીગળે નહીં. સમુદ્ર માર્ગેથી આ બરફને લાવવામાં આવશે. વર્ષ ૨૦૧૭ના એક રિપોર્ટમાં આ પ્રોજેક્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.જ

ગ્લેશિયર ટૂરિઝમનો વિકાસ થશે

આ પ્રોજેક્ટ પર કામ કરતી કંપનીએ જણાવ્યું હતું કે, યુએઇમાં આ પ્રોજેક્ટથી ગ્લેશિયર ટૂરિઝમનો વિકાસ થશે. દુનિયાનું આ પ્રથમ રણ પ્રદેશ બનશે જ્યાં ગ્લેશિયર ટૂરિઝમને વેગ મળશે. આ માટે લોકોને ઉત્તર કે દક્ષિણ ધ્રુવ સુધી લાંબુ થવું નહીં પડે. આધુનિક ટેક્નોલોજીની મદદથી બરફને ખસેડતા સમુદ્રના પાણી કે મર્યાદિત મીઠા પાણીને કોઈ પ્રકારનું નુકસાન નહીં થાય.

કઈ હિમશિલા લાવવામાં આવશે તે સેટેલાઇટથી નક્કી થશે 

સેટેલાઇટ ટેક્નોલોજીની મદદથી હિમખંડની ઓળખ મળી રહેશે. ત્યાર બાદ એ નક્કી થશે કે કઈ હિમશિલાને સરળતાથી યુએઇ સુધી લાવી શકાય. આ પછી આઇસબર્ગને હાઇકેપેસિટીવાળા બે મોટા શિપની મદદથી ખેંચવામાં આવશે. બે જહાજ સાથે મળીને ૧૦ કરોડ ટન વજનના આઇસબર્ગને ખેંચવાની ક્ષમતા ધરાવે છે. ગ્લેશિયર કેટલો મોટો છે તેના પરથી પરિવહનનો સમય નક્કી થશે. આ સમગ્ર પરિવહનમાં ઓછામાં ઓછા ૯ મહિના સુધીનો સમય લાગી શકે છે.

આ પ્રક્રિયામાં કાયદાનો ભંગ થતો નથી

આંતરરાષ્ટ્રીય સામુદ્રિક કોડ અનુસાર પાણીના સંસાધનનો ઉપયોગ કોઈ પણ કરી શકે છે. બરફનો પહાડ પર પાણીનો એક સ્રોત છે તેથી તેને ક્યાંય પણ લઈ જઈ શકાય છે. કંપનીએ દાવા સાથે કહ્યું કે, આઇસબર્ગની આ મૂવમેન્ટથી એન્ટાર્કટિકાને કોઈ પ્રકારનું નુકસાન નહીં થાય. કારણ કે એન્ટાર્કટિકાથી વિખૂટા પડી ગયેલા ટુકડાઓને જ યુએઇ સુધી ખેંચી જવાશે.એક વખત આઇસબર્ગ યુએઈ સુધી પહોંચી ગયા બાદ તેને વિશાળ ટેન્કમાં રાખવામાં આવશે. જેથી લાંબા સમય સુધી ઠંડા રહે. ત્યાર બાદ તેને ઓગાળીને તેનું ચોખ્ખું પાણી ઉપયોગમાં લેવામાં આવશે.