Uddhav Thackeray Said Why Shiv Sena Broke Alliance With BJP
  • Home
  • Featured
  • BJP સાથે શિવસેનાએ શા માટે તોડ્યું 25 વર્ષ જુનું ગઠબંધન? ઉદ્ધવે ધારાસભ્યોને જણાવ્યું કારણ

BJP સાથે શિવસેનાએ શા માટે તોડ્યું 25 વર્ષ જુનું ગઠબંધન? ઉદ્ધવે ધારાસભ્યોને જણાવ્યું કારણ

 | 2:02 pm IST

મહારાષ્ટ્રમાં પોતાની કટ્ટર વિરોધી પાર્ટી એનસીપી-કૉંગ્રેસની સાથે ગઠબંધન કરીને સરકાર બનાવવા જઇ રહેલી શિવસેનાનાં પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારનાં બીજેપી પર જોરદાર પ્રહાર કર્યા છે. ઠાકરેએ શિવસેના ધારાસભ્યોની સાથે બેઠકમાં કહ્યું કે “એનસીપી-કૉંગ્રેસની સાથે મળીને સરકાર બનાવવાની નોબત બીજેપીનાં કારણે આવી છે.” તેમણે કહ્યું કે, “બીજેપીએ બાલા સાહેબ ઠાકરેને આપેલું વચન તોડ્યું અને બીજીવાર ચૂંટણી ના કરાવવી પડે તે માટે અમે એનસીપી-કૉંગ્રેસ સાથે મળીને સરકાર બનાવવાનો નિર્ણય કર્યો.”

બીજેપીએ બાલા સાહેબને આપેલું વચન તોડ્યું!

સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે ઉદ્ધવ ઠાકરેએ માતોશ્રીમાં શિવસૈનિકોની સાથેની બેઠકમાં કહ્યું કે, “કૉંગ્રેસ-એનસીપી સાથે સરકાર બનાવવાની નોબત બીજેપીનાં કારણે આવી છે. બીજેપીએ બાલા સાહેબને આપેલું વચન તોડ્યું હતુ કે શિવસૈનિક સીએમ બનશે. બીજેપીએ પોતાનું વચન તોડ્યું છે. ફરીવાર ચૂંટણી ના થાય આ કારણે અમારે આ નિર્ણય લેવો પડ્યો.” તેમણે ધારાસભ્યોને આશ્વાસન આપ્યું કે, “આજે રાત સુધી સરકાર બનાવવાને લઇને બધું જ સ્પષ્ટ થઈ જશે.” ધારાસભ્યોએ ઉદ્ધવને કહ્યું કે, “તમે સીએમ બનો.”

સીએમ પર યોગ્ય સમયે નિર્ણય લેવામાં આવશે

શિવસેના પ્રમુખે કહ્યું કે, “હવે આપણે નવું ગઠબંધન બનાવવા જઇ રહ્યા છીએ. બીજેપીએ જૂઠ બોલ્યું છે. તમે (શિવસૈનિક) જાણો છે કે આપણે 25 વર્ષ જુનું ગઠબંધન કેમ તોડ્યું છે. સીએમ પર યોગ્ય સમયે નિર્ણય લેવામાં આવશે.” ઉલ્લેખનીય છે કે આજે સાંજે 4 વાગ્યા કૉંગ્રેસ-એનસીપીની બેઠક થવા જઇ રહી છે. આ બેઠકથી ઠીક પહેલા ઉદ્ધવે પોતાના ધારાસભ્યો સાથે વિચાર-વિમર્શ માટે આ બેઠક બોલાવી હતી. શિવસેનાએ પોતાના તમામ 56 ધારાસભ્યોને આગામી કેટલાક દિવસ સુધી મુંબઈમાં જ રહેવા માટે કહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે શિવસેનાનાં ધારાસભ્યોને મુંબઈની જ એક હોટલમાં રાખવામાં આવ્યા છે.

ત્રણેય પાર્ટીઓનાં નેતાઓની બેઠક આજે સાંજે 4 વાગ્યે

કૉંગ્રેસ-એનસીપી અને શિવસેના આજે સાંજે એક બેઠક કરશે અને ત્યારબાદ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળવા જશે. એનસીપીનાં એક સૂત્રએ કહ્યું, “ત્રણેય પાર્ટીઓનાં નેતાઓની બેઠક આજે સાંજે 4 વાગ્યે બોલાવવામાં આવશે. બેઠક બાદ અમે રાજ્યમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કરવા માટે આજે સાંજે અથવા કાલે સવારે રાજ્યપાલ સાથે મુલાકાત કરીશું.” આ દરમિયાન કૉંગ્રેસ નેતા માનિકરાવ ઠાકરેએ કહ્યું છે કે, “આ લગભગ ફાઇનલ થઇ ગયું છે કે મહારાષ્ટ્રનો આગામી મુખ્યમંત્રી શિવસેનાનો હશે. એનસીપીએ ક્યારેય સીએમ પદની માંગ નહોતી કરી.” સંજય રાઉતે પણ કહ્યું છે કે આગામી 5 વર્ષ સુધી શિવસેનાનો જ સીએમ રહેશે.

આ વિડીયો પણ જુઓ: રાજકોટમાં ફુડ ડિવિલરી બોય જ દારુની ડિલિવરી કરતો ઝડપાયો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન