Uddhav Thackeray About Coronavirus In Maharashtra
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • કોરોનાની ભયાનકતા પર બોલ્યા ઉદ્ધવ ઠાકરે, કહ્યું- સુનામી જેવી હશે કોરોનાની બીજી લહેર

કોરોનાની ભયાનકતા પર બોલ્યા ઉદ્ધવ ઠાકરે, કહ્યું- સુનામી જેવી હશે કોરોનાની બીજી લહેર

 | 10:38 pm IST
  • Share

મહારાષ્ટ્ર (Maharashtra) સહિત ઘણા રાજ્યોમાં તહેવારો બાદ સતત વધી રહેલા કેસોને લઇને ચિંતા વધી રહી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thackeray)એ આ સંદર્ભમાં લોકોને ચેતવણી આપી છે કે કોરોના વાયરસ (Coronavirus)ની બીજી લહેર સુનામી જેવી હશે. ઠાકરેએ કહ્યું કે જ્યારે પણ રસી આવશે ત્યારે આપણને આશરે 25 કરોડ ડોઝની જરૂર પડશે. ઠાકરેએ કહ્યું કે ત્યાં સુધી માત્ર ત્રણ ઉપાય છે – માસ્ક, સામાજિક અંતર અને હેન્ડ હાઇજીન.

રાજ્ય સરકાર આગામી 8-10 દિવસની પરિસ્થિતિની સમીક્ષા કરશે

આ અગાઉ નાયબ મુખ્યમંત્રી અજિત પવારે (Deputy CM Ajit Pawar) દિવાળી નિમિત્તે એકઠી થયેલી લોકોની ભીડને લઇને કહ્યું કે દિવાળી પર લોકો એ રીતે એકઠા થયા હતા જાણે કોરોના વાયરસનું મોત મોટી સંખ્યામાં લોકોના ભેગા થવાથી થઈ જશે. અજિત પવારે એમ પણ કહ્યું હતું કે રાજ્ય સરકાર આગામી 8-10 દિવસની પરિસ્થિતિની સમીક્ષા કરશે અને લોકડાઉન લાગુ કરવા અંગે નિર્ણય લેશે.

ધોરણ 9 થી 12ની શાળાઓ ફરીથી ખોલવાની મંજૂરી

ડેપ્યુટી સીએમએ વધુમાં જણાવ્યું હતું કે સરકારે શાળાઓને શરૂ કરવા માટે ઘણા નિયમો બનાવ્યા છે, જેમાં સ્વચ્છતાની પદ્ધતિઓનો સમાવેશ છે. રાજ્ય સરકારે સ્થાનિક વિસ્તારોમાં કોવિડ -19 દરજ્જાના આધારે સોમવારથી ધોરણ 9 થી 12ની શાળાઓ ફરીથી ખોલવાની મંજૂરી આપી દીધી છે. પવારનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અટકળો ચાલી રહી છે કે રાજધાનીમાં વધી રહેલા કોરોનો વાયરસ મામલાને ધ્યાનમાં રાખીને રાજ્ય દિલ્હીથી ટ્રેન અને ફ્લાઇટ કામગીરી સ્થગિત કરી શકે છે. ઉત્તર પ્રદેશ અને હરિયાણાએ પહેલેથી જ દિલ્હીથી રાજ્યોમાં પ્રવેશ કરનારાઓ માટે પરીક્ષણ ફરજિયાત બનાવ્યું છે.

લોકો ખુદ જવાબદારી લે, સાવચેતી રાખે

જો કે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે તેઓ કાયદો લાગુ કરવા પર વિશ્વાસ નથી કરતા અને તેઓ ઈચ્છે છે કે લોકો ખુદ આ માટે જવાબદારી લે. ઠાકરેએ કહ્યું કે, જે લોકો કહી રહ્યા છે કે આ ખોલો – પેલું ખોલો, શું એ જવાબદારી લેશે? મને નાઇટ કર્ફ્યુ લાગુ કરવાની સલાહ આપવામાં આવી રહી છે. પરંતુ હું કાયદો લાગૂ કરવામાં વિશ્વાસ કરતો નથી. લોકોએ જાતે સાવચેતી રાખવી જોઈએ.

આ વિડીયો પણ જુઓ: કોરોનાનું સંક્રમણ વધતા રાજકોટમાં રાત્રી કર્ફ્યૂની અમલમાં

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન