- Home
- Assembly Election
- કોંગ્રેસ-NCPથી શિવસેનાનું મન ભરાઈ ગયું! ખુદ ઉદ્ધવ ઠાકરેએ BJPને લઈ આપ્યા આવા સંકેત

કોંગ્રેસ-NCPથી શિવસેનાનું મન ભરાઈ ગયું! ખુદ ઉદ્ધવ ઠાકરેએ BJPને લઈ આપ્યા આવા સંકેત

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ રીટ્રીટ હોટલમાં પાર્ટીના ધારાસભ્યો સાથે મુલાકાત બાદ કહ્યું હતું કે, અમે ભાજપ સાથે સંબંધો ખરાબ નથી કર્યા, પણ ભાજપે અમારી સાથે સંબંધોનો અંત આણ્યો છે. આમ કહીને તેમણે હવે સામે ચાલીને ભાજપ સાથે સરકાર રચવાનો વિકલ્પ ખુલા હોવાના સંકેત આપ્યા છે. સાથે જ તેમણે એમ પણ કહ્યું છે કે, રાજ્યપાલે અમને માત્ર 24 જ કલાકનો સમય આપ્યો જે ખુબ જ ઓછો હતો.
કોંગ્રેસ અને એનસીપી સાથે વાતચીત કરવાને લઈને તેમણે કહ્યું હતું કે, મેં સોમવારે પહેલીવાર સત્તાવાર રીતે બંને પાર્ટીઓ સાથે વાતચીત કરી. તેમણે કહ્યું હતું કે, અમારી વચ્ચે વૈચારીક મતભેદ છે તે વાત ચોક્કસ છે પણ આ મામલે વાતચીત કરવા માટે જ અમારે વધારે સમયની જરૂર હતી.
Uddhav Thackeray, Shiv Sena chief: BJP was invited by the Governor but they refused to form govt in the state. The next day we were given the invitation (by Governor), we were given only 24 hours time but we required 48 hours. But he (Maharashtra) didn't give us 48 hours time. pic.twitter.com/0dbinykFWE
— ANI (@ANI) November 12, 2019
એનસીપી અને કોંગ્રેસની બેઠક અને ત્યાર બાદ કરવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સ બાદ શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પણ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, અમને સરકાર બનાવવા માટે ટેકો મેળવવા ઘણો ઓછો સમય મળ્યો છે. ટેકો મેળવવા માટે માત્ર 24 કલાકનો સમય ખુબ જ ઓછો હોય છે. જ્યારે રાજ્યપાલે ભાજપને ટેકો મેળવવા માટે વધુ સમય આપ્યો હતો. તેમણે કહ્યું કે, અમે કોંગ્રેસ અને એનસીપી સાથે વાતચીત કરી હતી, પરંતુ આટલા ટૂંકા ગાળામાં કોમન મિનિમમ પ્રોગ્રામ અંગે વાટાઘાટો થઈ શકી નહીં. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થવાથી ડરવાની જરૂર નથી. શિવસેના સરકાર બનાવવા માટે કોંગ્રેસ અને એનસીપી સાથે વાટાઘાટો ચાલુ છે.
Uddhav Thackeray, Shiv Sena chief: Yesterday we formally requested Congress-NCP for their support to form the government. We needed 48 hours, but the Governor didn't give us time. #Maharashtra https://t.co/2XL0YRallL
— ANI (@ANI) November 12, 2019
ઠાકરેએ જણાવ્યું કે, લોકસભા ચૂંટણી પહેલા એવી સંભાવના હતી કે ભાજપની 200-220 સીટો આવશે. એવી સ્થિતિમાં ભાજપના લોકો અમને મળવા આવ્યા હતા. અમે અંધારામાં તીર લગાવીને તેમનો સાથ આપ્યો હતો. હવે તેમની સ્થિતિ મજબુત બની ગઈ છે અને તેઓ પોતાના વચનમાંથી ફરી ગયા છે.
હિન્દુત્વ અંગે ઉદ્ધવે જણાવ્યું કે, એ તો ભાજપે જણાવાનું છે કે, તેમણે મહેબુબા મુફ્તી, નીતિશ કુમાર, ચંદ્રાબાબુ નાડયુ જેવા નેતાઓ સાથે કેવી રીતે સરકાર ચલાવી હતી. અમે વિરોધી વિચારધારા ના હોવાના કારણે ભેગા બેસતા સમય લાગે છે. આથી અમને કોંગ્રેસ અને એનસીપી સાથે વાતચીત કરવામાં સમય લાગી રહ્યો છે. હવે અમારી પાસે 6 મહિનાનો સમય છે.
Uddhav Thackeray, Shiv Sena: BJP-Shiv Sena were together for many yrs but now Shiv Sena has to go with Congress-NCP. We'll hold further talks with both of them. I would like to thank Arvind Sawant, many people have lust for ministerial post but he isn't like that. Proud of him. pic.twitter.com/oxCKaPRUYR
— ANI (@ANI) November 12, 2019
હિંદુત્વનો અર્થ રામ મંદિરનું નિર્માણ જ નથી
સેના પ્રમુખે વધુમાં હ્યું કે જ્યારે જ્યારે ભાજપે અમારો સંપર્ક કર્યો ત્યારે તેમણે નવી નવી શર્તો રાખી. એવી સ્થિતિમાં વાત કરવાનો કોઈ અર્થ નહોતો. રામ મંદિરના નિર્માણનો શું ફાયદો જ્યારે તમે રામ ભક્તની જેમ વચન પર કાયમ ન રહી શકો. હિંદુત્વનો અર્થ ફક્ત રામ મંદિરનું નિર્માણ જ નથી.
રાષ્ટ્રપતિ શાસન વિરુદ્ધ અપીલ નહીં કરીએ
ઉદ્ધવે અરવિંદ સાવંતના રાજીનામાના વખાણ કર્યા અને જણાવ્યું કે કૉંગ્રેસ અને એન.સી.પી. સાથે અમારે અનેક મુદ્દે ચર્ચા કરવાની બાકી છે. અમે રાષ્ટ્રપતિ સાશન વિરુદ્ધ અપીલ નહીં કરીએ. અમને 6 મહિનાનો સમય મળ્યો છે અમે તેના પર કામ કરીશું.
#WATCH Mumbai: Shiv Sena chief Uddhav Thackeray reacts to a question 'Is the BJP option completely finished?'. Says, "Why are you in such a hurry? It's politics. 6 months time has been given (President's Rule). I didn't finish the BJP option, it was BJP itself which did that…" pic.twitter.com/3pew41hMuF
— ANI (@ANI) November 12, 2019
ભાજપ માટે દ્વાર ખુલ્લા હોવાનો સંકેત
ઉદ્ધવ ઠાકરે એનસીપી અને કોંગ્રેસ વચ્ચે અટકેલી વાત બાદ ભાજપ સાથે ફરી એકવાર સમાધાન કરવાના સંકેત આપ્યા હતાં. તેમણે કહ્યું હતું કે, અમે ભાજપ સાથે સંબંધો નોતા તોડ્યા પણ ભાજપે જ સામે ચાલીને અમારી સાથે સંબંધોનો અંત આણી દીધો. આમ કહીને તેમણે પોતાના 30 વર્ષ જુના સાથીદાર સાથે ફરી એકવાર સમાધાન કરવાના સંકેત આપી દીધા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન