I Will Go To Ayodhya On 24th November Says Uddhav Thackeray
  • Home
  • Ayodhya Verdict
  • મહારાષ્ટ્રમાં સરકાર રચવાના કકળાટ વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું – 24મીએ અયોધ્યા જઈશ

મહારાષ્ટ્રમાં સરકાર રચવાના કકળાટ વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું – 24મીએ અયોધ્યા જઈશ

 | 5:12 pm IST

અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટનાં ચુકાદાનું શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ સ્વાગત કર્યું છે. તેમણે શનિવારનાં કહ્યું કે, “એક લાંબો વિવાદ પૂરો થયો. અમે પહેલા અયોધ્યા ગયા હતા અને પૂજા પણ કરી હતી અને 24 નવેમ્બરનાં હું જરૂર અયોધ્યા જઇશ. અમે ચુકાદાનું સંમાન કરીએ છીએ.”

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, “તમામ લોકો નિર્ણયથી ખુશ છે. આજનો દિવસ હિંદુસ્તાનનાં ઇતિહાસનો અલગ દિવસ છે.” સાથે જ તેમણે કહ્યું કે, તેઓ બીજેપીનાં દિગ્ગજ નેતા લાલકૃષ્ણ આડવાણી સાથે પણ મુલાકાત કરશે.

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે શનિવારનાં સર્વસંમતિનાં ચુકાદામાં અયોધ્યામાં વિવાદિત સ્થળ પર રામ મંદિરનાં નિર્માણનો રસ્તો સાફ કર્યો. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યો કે નવી મસ્જિદનાં નિર્માણ માટે સુન્ની વક્ફ બૉર્ડનાં પ્રમુખ સ્થાન પર 5 એકરની જમીન આપવામાં આવે. સુપ્રીમ કોર્ટે ઇલાહાબાદ હાઈકોર્ટ દ્વારા વિવાદિત જમીનને ત્રણ પક્ષોમાં વહેંચવાનાં ચુકાદાને અતાર્કિક ગણાવ્યો. અંતમાં સુપ્રીમ કોર્ટે રામલલા બિરાજમાનનાં પક્ષમાં ચુકાદો સંભળાવ્યો.

મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી 5 સભ્યોની ખંડપીટે આ વ્યવસ્થા સાથે જ રાજનૈતિક દ્રષ્ટિથી ઘણા જ સંવેદનશીલ 134 વર્ષથી પણ વધારે જૂના આ વિવાદનો અંત લાવ્યો. જો કે યૂપી સુન્ની વક્ફ બૉર્ડે આ નિર્ણય પર અસંતોષ જાહેર કર્યો હતો અને ત્યારબાદ તેમણે કહ્યુ સુપ્રીમ કોર્ટનાં ચુકાદાનું સ્વાગત કરતા કહ્યું કે, ચુકાદાને પડકાર આપવાનો કોઈ વિચાર નથી.

આ વિડીયો પણ જુઓ: અયોધ્યા મામલે SCના ચુકાદાને મોહન ભાગવતે આવકાર્યો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન