UGC Guidelines released, Exams postponed till September, MHA givs nod
  • Home
  • Featured
  • મોદી સરકારે કોલેજ, યુનિર્વિસટીના છેલ્લા વર્ષની પરીક્ષાઓને લઈ કર્યો મહત્વનો નિર્ણય

મોદી સરકારે કોલેજ, યુનિર્વિસટીના છેલ્લા વર્ષની પરીક્ષાઓને લઈ કર્યો મહત્વનો નિર્ણય

 | 10:40 pm IST

યુનિર્વિસટી ગ્રાન્ટ કમિશને (યુજીસી) ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનની અંતિમ વર્ષની પરીક્ષાઓ રદ ન કરવાનો નિર્ણય લીધો છે. જોકે યુજીસીએ એ વાતનો સ્વીકાર કર્યો છે કે પરિણામ બહાર પાડવા માટે ઓનલાઈન અથવા તો ઓફલાઈન કોઈ પણ પ્રકારે પરીક્ષાઓ લઈ શકાય છે.

કેન્દ્રીય ગૃહમંત્રાલયે સોમવારે હાયર એજ્યુકેશન સેક્રેટરીને પત્ર લખીને કોલેજ, યુનિર્વિસટીની અંતિમ વર્ષની પરીક્ષાઓ લેવાની લીલીઝંડી આપી દીધી છે. પત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે કોલેજોના રિઝલ્ટ તૈયાર કરવા માટે પરીક્ષાઓ લેવી અત્યંત જરૃરી બની રહે છે.

સોમવારે યુજીસી દ્વારા વિશ્વવિદ્યાલયો, મહાવિદ્યાલયો, ડીમ્ડ વિશ્વવિદ્યાલય, કોલેજો તથા બીજા શૈક્ષણિક સંસ્થાનોમાં અભ્યાસક્રમની છેલ્લી પરીક્ષાઓ તથા સેમેસ્ટરની પરીક્ષાઓ માટે નવા દિશાનિર્દેર્શ 2020 બહાર પાડવામાં આવ્યાં છે જે હેઠળ યુનિર્વિસટી અને કોલેજો માટે અંતિમ વર્ષની પરીક્ષા લેવી જરૃરી બનાવી દેવામાં આવી છે. જોકે યુજીસીની ગાઈડલાઈન્સ ઘણી મોડી આવી છે કારણ કે આ ગાઈડલાઈન્સ આવ્યાં પહેલા પણ ઘણી યુનિર્વિસટીઓએ પોતાની રીતે પરીક્ષાઓ અંગેનો નિર્ણય લઈ લીધો હતો.

તો બીજી કેટલીક યુનિર્વિસટીઓ અને કોલેજો અંતિમ વર્ષ અને સેમેસ્ટર પરીક્ષા માટે યુજીસીની ગાઈડલાઈન્સની રાહ જોઈ રહી હતી. યુજીસીના દિશાનિર્દેશ અનુસાર હાયર એજ્યુકેશન ઈન્સ્ટીટયુટ માટે અંતિમ પરીક્ષા લેવી અનિવાર્ય હશે.

આ વીડિયો પણ જુઓ : ભારત રશિયાને પાછળ છોડી ત્રીજો સૌથી વધુ સંક્રમિત દેશ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન