વિશ્વની સૌથી કદરૂપી કૂતરી જીતી 97 હજારનું ઈનામ અને ન્યૂયોર્કની ટુર - Sandesh
  • Home
  • World
  • વિશ્વની સૌથી કદરૂપી કૂતરી જીતી 97 હજારનું ઈનામ અને ન્યૂયોર્કની ટુર

વિશ્વની સૌથી કદરૂપી કૂતરી જીતી 97 હજારનું ઈનામ અને ન્યૂયોર્કની ટુર

 | 6:54 pm IST

વિશ્વના સૌથી વધુ કદરૃપા શ્વાન તરીકે આખરે માર્થા નામની કદરૃપી કૂતરીને પસંદ કરવામાં આવી છે. સામાન્ય રીતે કૂતરાઓની હરીફાઈ વખતે તેમને સારાં વસ્ત્રો અને અન્ય સાજસજ્જાથી સુશોભિત કરવામાં આવે છે પણ કેલિર્ફોિનયામાં સૌથી વધુ કદરૃપાં કૂતરાઓની સ્પર્ધા યોજવામાં આવી હતી. સોનોમા મરિન ફેરમાં કદરૃપતાનાં નામે યોજાયેલી આ સ્પર્ધાનો હેતુ કૂતરાઓને પાળવાની પ્રવૃત્તિને વેગ આપવાનો છે. સામાન્ય રીતે આ સ્પર્ધામાં નાનાં કદનાં અને મોટી ઉંમરનાં કૂતરાઓ જીતતાં હોય છે પણ આ વખતે સૌથી વધુ કદરૃપાં કૂતરાનું ઈનામ ફક્ત ૩ વર્ષની ઉંમરની માર્થાને ફાળે ગયું છે.

કેવી છે માર્થા?
નેપોલિયન મૈસ્ટિફ માર્થાનું વજન 125 પાઉન્ડ એટલે કે 57 કિલો છે. આમ તો સ્પર્ધાની શરૃઆતમાં તેની આળસને કારણે જ તે વિજેતા બનવા નક્કી થઈ ગઈ હતી. તેનાં મોઢાની આસપાસ લબડતી ચામડીને કારણે તે વધારે કદરૃપી દેખાતી હતી. ઈનામમાં તેને 15૦૦ ડોલર અને ન્યૂયોર્કની ટ્રિપ મળી હતી.

સ્પિરિટ એવોર્ડ નામથી મશહુર બીજો એવોર્ડ મોઈને ફાળે ગયો
બ્રસેલ્સનો આ કૂતરો સૌથી મોટી ઉંમરનો કૂતરો હતો. તેની ઉંમર ૧૬ વર્ષ હતી, જે જોઈ શકતો નહોતો કે સાંભળી શકતો પણ નહોતો, જોકે તેની સૂંઘવાની શક્તિ અપ્રતિમ હતી.

ત્રીજું ઈનામ મળ્યું ચેઝને
ચેઝની ઉંમર 14 વર્ષની છે અને તે ચીની ક્રસ્ટેડ હાર્ક પ્રજાતિનો કૂતરો છે. તેણે આ સ્પર્ધામાં ભાગ લેવા માટે સૌથી વધુ લાંબો પ્રવાસ ખેડયો હતો. તે એટલાન્ટિકથી સ્પર્ધામાં ભાગ લેવા કેલિફોર્નિયા આવ્યો હતો.

કૂતરાને પાળવા માટે જાગ્રતિ ફેલાવવા સ્પર્ધા યોજાઈ હતી
આ સ્પર્ધા કૂતરાંને પાળવા માટે જાગ્રતિ ફેલાવવા યોજાઈ હતી. જેમાં ચેરિટી માટે દાન પણ એકઠું કરવામાં આવ્યું હતું. ઈકી નામના એક કૂતરાએ આ સ્પર્ધામાં 1૦,૦૦૦ ડોલરથી વધુ રકમ એકઠી કરી આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન