UIDAI Aadhaar Software Hacked Using Patch Worth Merely Rs.2500
  • Home
  • Featured
  • ‘આધાર કાર્ડનો ડેટા જરાય સુરક્ષિત નથી, માત્ર 2500 રૂપિયામાં પડે છે ખેલ’

‘આધાર કાર્ડનો ડેટા જરાય સુરક્ષિત નથી, માત્ર 2500 રૂપિયામાં પડે છે ખેલ’

 | 6:29 pm IST

ભારતમાં આધાર ડેટાબેસની સુરક્ષાને લઇ ફરી એકવખત પ્રશ્ન ઉભો થઇ ગયો છે. ત્રણ મહિનાની લાંબી શોધખોળ બાદ એક મીડિયા રિપોર્ટમાં દાવો કરાયો છે કે આધારના ડેટાબેસમાં એક સોફટવેર પેચ દ્વારા ઘૂસપેઠ કરાઇ છે. પેચથી આધારના સિક્યોરિટી ફિચરને બંધ કરી શકાય છે. ‘હફપોસ્ટ ઇન્ડિયા’ના રિપોર્ટમાં દાવો કરાયો છે કે કોઇપણ અનધિકૃત વ્યક્તિ માત્ર 2500 રૂપિયામાં સરળતાથી મળનાર આ પેચ દ્વારા દુનિયામાં ગમે ત્યારે આધાર આઇડી તૈયાર કરી શકે છે.

આપને જણાવી દઇએ કે આધારના ડેટાબેઝમાં એક અજબથી વધુ લોકોની ખાનગી માહિતીઓ અને બાયોમેટ્રિક્સ ડીટેલ નોંધાયેલ છે. ચોંકાવનારી વાત એ છે કે આવા નંબર્સનો અત્યારે ઉપયોગ પણ થઇ રહ્યો છે. આ સીધી રીતે રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલ કેસ છે. આ સમાચાર એવા સમયમાં આવ્યા છે જ્યારે ભારત સરકાર પોતાના નાગરિકોની ઓળખ માટે આધાર નંબરને જરૂરી બનાવાની દિશામાં આગળ વધી રહી છે, તેનાથી મોબાઇલ ફોનના ઉપયોગને લઇ બેન્ક ખાતાઓ માટે આધાર નંબર જરૂરી હશે.

શું હોય છે પેચ?
પેચ કોડનું એક બંડલ હોય છે જેનો ઉપયોગ સોફટવેર પ્રોગ્રામના ફંકશનને બદલવા માટે થાય છે. કંપનીઓ હાલ પ્રોગ્રામ્સમાં આંશિક અપડેટ્સ માટે પણ આ પેચનો ઉપયોગ કરે છે. જો કે તેનો ઉપયોગ કરી નુકસાન પણ થઇ શકે છે, જેમકે આ કેસમાં દાવો કરાયો છે.

હકપોસ્ટ ઇન્ડિયાનું કહેવું છે કે તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરના ત્રણ અને બીજા બે ભારતીય નિષ્ણાતો સાથે પેચની તપાસ કરાવી. તેમાંથી એક ભારતીય નિષ્ણાતોએ પોતાની ઓળખ જાહેર ના કરવાની શરત મૂકી છે કારણ કે તે સરકારી વિશ્વવિદ્યાલયમાં કામ કરે છે.

આ નિષ્ણાતોએ ભાળ મેળવી કે પેચ દ્વારા યુઝર મહત્વપૂર્ણ સુરક્ષા ફીચર્સને નજરઅંદાજ કરી શકે છે, તેનાથી ગેરકાયદે રીતે તેઓ આધાર નંબર જનરેટ કરી શકે છે. આ પેચ જીપીએસ સુરક્ષા ફીચર્સને પણ અક્ષમ બનાવી દે છે તેનાથી વ્યક્તિના લોકેશનને ટ્રેસ કરી શકાય નહીં. તેનો મતલબ એ થયો કે પેઇચિંગ, કરાચી કે કાબુલ જ નહીં દુનિયામાં કયાંયથી પણ કોઇ પણ ઉપયોગ કરી શકે છે. ઇનરોલમેન્ટ સોફટવેરની આંખોની ઓળખની સંવેદનશીલતાને પણ પેચ નબળો કરી દે છે, જેનાથી કરીને સોફટવેરને દગો દેવો સરળ થઇ જાય છે. એવામાં વ્યક્તિ હાજર ન હોવા પર પણ તસવીરોથી કામ કરી લેવાય છે.

કૉંગ્રેસના પ્રહારો
આધારના ડેટાબેસમાં ઘૂસણખોરીના સમાચાર બાદ કૉંગ્રેસે સરકાર પર નિશાન સાંધ્યું છે. મંગળવારના રોજ પાર્ટીએ કહ્યું કે યુઆઈડીએઆઇમાં નોંધાયેલ લોકોના વિવરણ ખતરામાં છે. કૉંગ્રેસે એક ટ્વીટમાં કહ્યું કે આધાર નામાંકન સોફટવેરના હેક થઇ જવાથી આધાર ડેટાબેસની સુરક્ષા ખતરામાં આવી શકે છે. અમને આશા છે કે અધિકારી ભાવિ નામાંકનોને સુરક્ષિત કરવા અને શંકાસ્પદ નામાંકનની પુષ્ટિ માટે યોગ્ય પગલાં ઉઠાવશે.

કૉંગ્રેસની ટ્વીટ
ગયા મહિને ફ્રાન્સીસ સુરક્ષા નિષ્ણાત ઇલિયટ એન્ડરસને UIDAIમાંથી પ્રશ્ન કર્યો હતો કે કેમ તેમનો હેલ્પલાઇન નંબર કેટલાંય લોકોના ફોનમાં તેમની માહિતી વગર સેવ થઇ ગયો. તેના પર ભારતમાં ઘણો વિવાદ થયો હતો અને કેટલાંક લોકોએ આ નંબરને ડિલીટ પણ કરી દીધો હતો.

હવે તેમણે ફરી એક વખત કહ્યું છે કે યુઆઇડીઆઈ ડેટામાં ઘૂસણખોરી રોકવા માટે હેકર્સની સાથે કામ કરે. તેમણે કહ્યું કે હું ફરીથી કહું છું કે કોઇપણ વસ્તુ એવી નથી કે જેણે હેક ના કરી શકાય. આ આધાર પર પણ લાગૂ થાય છે. કયારેય પણ ખૂબ મોડું થતું નથી. સાંભળો અને હેકર્સને ધમકી આપવાની જગ્યા તેની સાથે વાત કરો’.