UIDAI has issued new rules to change the name, address and date of birth in Aadhaar!
  • Home
  • Business
  • Aadhaarમાં માહિતી બદલાવવી છે તો ટેન્શન લેવાની જરૂર નથી, UIDAI જાહેર કર્યો નવો નિયમ

Aadhaarમાં માહિતી બદલાવવી છે તો ટેન્શન લેવાની જરૂર નથી, UIDAI જાહેર કર્યો નવો નિયમ

 | 6:08 pm IST

હાલના સમયમાં આધાર દરેક ભારતીયના જીવનમાં મહત્વપૂર્ણ ડોક્યૂમેન્ટ બની ગયું છે. એટલા માટે જરૂરી બની જાય છે કે તમે તમારા આધાર કાર્ડની તમામ ડિટેલ્સ સાચી રીતે ભરો. જો તમે પણ આધાર કાર્ડમાં કોઈ જાણકારી અપડેટ કે ફેરફાર કરવા માંગો છો પરંતુ કરી શકતા નથી તો આ અહેવાલ તમારા માટે ખુબ જ મહત્વપૂર્ણ બની જાય છે. આધાર જાહેર કરનાર કંપની યૂનિક આઈડેન્ટિફિકેશન ઓર્થોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)એ આધાર અપડેશનના નિયમોમાં થોડા ફેરફાર કર્યા છે.

આધાર કાર્ડ સાથે જોડાયેલી તમામ સમસ્યાઓના સમાધાન માટે UIDAIએ અમુક શહેરોમાં આધાર સેવા કેન્દ્રો શરૂ કર્યા છે, ત્યાં જઈને તમે આધારમાં ફેરફાર કરી શકો છો. તમને જણાવી દઈએ કે, તમે પણ આ સેન્ટરો પર જઈને નવું આધાર બનાવી શકો છો. સાથે તમારું સરનામું, નામ અને જન્મતારીખમાં ફેરફાર અથવા અપડેટ કરવાની સ્થિતિમાં આ સર્વિસનો લાભ ઉઠાવી શકો છો.

કંઈ સેવાઓ માટે જરૂરી છે એપોઈમેન્ટ
આધાર સેવા કેન્દ્રની સુવિદ્યાઓનો લાભ ઉઠાવવા માટે ઓનલાઈન એપોઈમેન્ટ લેવી પડશે. તો આજે અમે તમને જણાવીએ કે કંઈ સેવાઓ માટે લેવામાં આવે છે એપોઈમેન્ટ..
– નવું આધાર બનાવવા માટે
– નામ અપડેટ કરાવવા માટે
– સરનામું અપડેટ કરાવવા માટે
– જન્મતિથિ અપડેટ કરાવવા માટે
– મોબાઈલ નંબર અપડેટ કરાવવા માટે
– ઈ-મેઈલ આઈડી અપડેટ કરાવવા માટે
– જેન્ડર અપડેટ કરાવવા માટે
– બાયોમેટ્રિક અપડેટ કરાવવા માટે

આ છે એપોઈમેન્ટ લેવાની સાચી રીત… તો આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે મળશે ઓનલાઈન એપોઈમેન્ટ
– તેના માટે સૌથી પહેલા તમારે UIDAIની વેબસાઈટ (https://uidai.gov.in/) પર જવું પડશે.
– હવે તેમાં ‘My Aadhaar’ પર ક્લિક કરો. ત્યારબાદ ‘Book An Appointment’ ઓપ્શન પર જાવ
– હવે તમારે અહીં સિટી લોકેશનનો ઓપ્શન દેખાશે, જેમાં તમારે તમારા શહેરની પસંદગી કરવાની રહેશે. શહેરની પસંદગી કર્યા બાદ તમારે ”Proceed To Book An Appointment’ પર ક્લિક કરવાનું રહેશે.
– હવે એક નવું પેજ ખુલશે. તેમાં ત્રણ ઓપ્શન છે- ન્યૂ આધાર, આધાર અપડેટ અને મેનેજ એપોઈમેન્ટ. તમે તમારી જરૂરિયાત પ્રમાણે તેમાંથી કોઈ પણ વિકલ્પ પસંદ કરી શકો છો. માની લો કે, તમે આધાર અપડેટ ઓપ્શનની પસંદગી કરો છો અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર, કેપ્ચા કોડ અને ઓટીપી એન્ટર કરવાનો રહેશે, તો તમારી એપ્લીકેશન વેરીફાઈ થઈ જશે.
– ઓટીપી વેરિફિકેશન થઈ ગયા બાદ તમે ત્યાં આપેલા તમામ ફોર્મમાં પોતાની ડિટેલ ભરો. તે ફોર્મમાં એપોઈમેન્ટ સાથે જોડાયેલી ડિટેલ પુછવામાં આવે છે. આ ડિટેલ ભર્યા બાદ તમારે બુકિંગ એપોર્ટમેન્ટ માટે ટાઈમ સ્લોટની પસંદગી કરવાની રહેશે.
– હવે અંતિમ ચરણમાં પોતાની એપોઈમેન્ટ ડિટેલ્સ તપાસી લો. જો ફેરફાર કરવાનો છે તો પ્રીવિયસ ટેબ પર ક્લિક કરો અન્યથા સબમીટ બટન પર ક્લિક કરી દો. આ ઓનલાઈન એપોઈમેન્ટ બુકિંગ પ્રોસેસ એકદમ મફત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન