હવે આધાર નંબર બનશે તદ્દન સુરક્ષિત, આવી રહ્યું છે અભેદ્ય સુરક્ષા કવચ - Sandesh
  • Home
  • India
  • હવે આધાર નંબર બનશે તદ્દન સુરક્ષિત, આવી રહ્યું છે અભેદ્ય સુરક્ષા કવચ

હવે આધાર નંબર બનશે તદ્દન સુરક્ષિત, આવી રહ્યું છે અભેદ્ય સુરક્ષા કવચ

 | 6:20 pm IST

આધાર ડેટાબેઝમાં સેંધમારીની અનેક ફરિયાદો ઉઠવા પામી હતી. તેવી જ રીતે અનેક પ્રકારના અહેવાલ બાદ યૂનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)એ હવે નવી પદ્ધતિ ટૂ-લેયર સેફ્ટી સિસ્ટમ લાવવા જઈ રહી છે. બંને ક્રમાનુંસર વર્ચુઅલ આઈડી અને લિમિટેડ કેવાઈસી છે. આ નવી પદ્ધતિથી આધાર ધારકની ગુપ્તતા પહેલા કરતા વધારે સુરક્ષિત બનશે.

હવેથી વર્ચુઅલ નાગરિકોને આઈડી આપવામાં આવશે, જેમાં 16 અંકો હશે. જે આધાર ઓથેંટિકેશન માટે આધાર નંબરના સ્થાને ઉપયોગમાં લેવાશે. જે જરૂરિયાતના સમયે કમ્પ્યૂટર પર તત્કાળ જનરેટ થશે. તમામ એજન્સીઓએ 1 જુન સુધીમાં આ પદ્ધતિ અમલમાં મુકવાની રહેશે. આમ હવેથી વર્ચુઅલ આઈડીના કારણે કોઈ પણ આધાર નંબરના ઓથેંટિકેશન વખતે વ્યક્તિએ પોતાનો આધાર નંબર આપવાની જરૂરિયાત નહીં રહે. આધાર ચકાસણી પહેલા કરતા વધારે સુરક્ષિત બનશે.

જ્યારે લિમિટેડ કેવાઈસી સુવિધા આધાર ઉપભોક્તા માટે નહીં પરંતુ એજન્સીઓ માટે છે. અગાઉ એજન્સીઓ કેવાઈસી માટે જે તે વ્યક્તિની આધાર માહિતી મેળવતી હતી અને તેનો સંગ્રહ કરતી હતી. પરંતુ લિમિટેડ કેવાઈસી સુવિધા બાદ હવે એજન્સીઓ કોઈનો પણ આધાર નંબર સંગ્રહ નહીં કરી શકે. આ સુવિધા અંતર્ગત એજન્સીઓએ વ્યક્તિના આધાર નંબર પર નિર્ભર રહ્યા વગર જ કેવાઈસી કરવાની રહેશે. હવેથી એજન્સીઓ ટોકન દ્વારા ગ્રાહકોની ઓળખ કરશે. આમ કેવાઈસી માટે આધારની જરૂરીતા ઘટતા દેશના નાગરિકોની આધાર માહિતી ધરાવતી એજન્સીઓની સંખ્યા પણ ઘટશે.

આ પગલું એવા સમયે ભરવામાં આવ્યું છે જ્યારે એક દિવસ પહેલા જ આરબીઆઈના સહયોગથી તૈયાર કરવામાં આવેલી એક રિસર્ચ નોટમાં આધારને લઈને કેટલીક ગંભીર ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી હતી. આરબીઆઈ સાથે જોડાયેલી એક થિંકટેંકનું કહેવું છે કે, વર્તમાન સ્વરૂપમાં આધાર સાઈબર ગુનેનારો માટે એકદમ આસાન લક્ષાંક છે.

થિંકટેકે કહ્યું હતું કે, આધાર સમક્ષ અનેક મોટા અને લાંબાગાળાના પડકારો છે. થિંકટેક અનુંસાર ડેટાની ચોરી અટકાવવી એ સૌથી મોટો પડકાર છે. નફાખોરો આ ડેટા સુધી પહોંચવાના પ્રયત્નો કરી શકે છે.

આરબીઆઈના સહયોગથી તૈયાર કરવામાં આવેલી રિસર્ચ નોટમાં કહેવામાં આવ્યું છે કે, આજનો સમય વ્યાપારીઓ વચ્ચે સખત પ્રતિસ્પર્ધાનો છે જેમાં નૈતિક મર્યાદાઓનું ખુબ જ ઝડપથી ઉલ્લંઘન થઈ રહ્યું છે. આધારની માહિતીનો સંભવિત વ્યાવસાયિક દુરુપયોગ કરતા પણ મોટી ચિંતા આધાર આસાનીથી લીક થવાની છે. રિસર્ચ નોટમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે આધાર ડેટા સંપૂર્ણ રીતે સુરક્ષિત નથી અને સાઈબર ક્રિમિનલ તેમાં સેંધમારી કરી શકે છે.