UIDAI Reports Dismiss: Aadhar Software Not Hacked
  • Home
  • Featured
  • આધાર સોફટવેર હેકિંગના સમાચાર પર UIDAIએ આપ્યું મોટું નિવેદન

આધાર સોફટવેર હેકિંગના સમાચાર પર UIDAIએ આપ્યું મોટું નિવેદન

 | 8:28 pm IST

UIDAI એ આધાર સોફટવેરનું કથિત રીતે હેકિંગ થયાના સમાચારને નકારી દીધા છે. મંગળવારના રોજ સત્તાવાર રીતે નિવેદન રજૂ કરીને UIDAIએ કહ્યું કે સોશિયલ અને ઓનલાઇન મીડિયામાં આધાર ઇનરોલમેન્ટ સોફટવેરને કથિત રીતે હેક કરાયાનો રિપોર્ટ સંપૂર્ણપણે ખોટો છે. નિવેદન પ્રમાણે રિપોર્ટમાં દાવો કરાયેલ દાવો આધારહીન અને ડેટાબેસમાં ઘૂસપેઠ શકય જ નથી.

આપને જણાવી દઇએ કે ત્રણ મહિનાના લાંબી શોધખોળ બાદ એક મીડિયા રિપોર્ટમાં દાવો કરાયો છે કે આધારના ડેટાબેસમાં એક સોફટવેર પેચ દ્વારા ડેટા જાણી શકાય છે. પેચથી આધારના સિક્યોરિટી ફીચરને બંધ કરી શકાય છે. ‘હફપોસ્ટ ઇન્ડિયા’ના રિપોર્ટમાં દાવો કરાયો છે કે કોઇપણ અનધિકૃત વ્યકિત માત્ર 2500 રૂપિયામાં સરળતાથી મળનાર આ પેચ દ્વારા દુનિયામાં કયાંયથી પણ આધાર આઇડી તૈયાર કરી શકે છે.

ત્યારબાદ UIDAI એ કહ્યું કે કોઇપણ ખાનગી હિતોના લીધે જાણીજોઇને લોકોના મગજમાં ભ્રમ પેદા કરવાની કોશિષ કરાઇ રહી છે. જે સંપૂર્ણપણે અનુચિત છે. નિવેદન પ્રમાણે રિપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે પેચ આધાર ડેટાબેસમાં સુરક્ષિત માહિતી સુધી પહોંચવાની કોશિષ કરતું નથી.

આ રીતે કરાયા આશ્વસ્ત
પ્રાધિકરણનું કહેવું છે કે આધાર રજૂ કરતાં પહેલાં UIDAI વ્યક્તિની તમામ બાયોમેટ્રિક (10 આંગળીઓ અને બંને આંખ)ને મળાવાનું તમામ આધાર હોલ્ડર્સના બાયમોટ્રેક્સિથી કરે છે. પ્રાધિકરણે આશ્વાસન આપતા કહ્યું છે કે તેમની તરફથી માહિતીની સુરક્ષા માટે દરેક શકય પગલાં ઉઠાવ્યા છે. તેમાં સોફટવેર (જે કોઇ ડિસ્કમાં સેવ થતા પહેલાં ડેટાનું વિશ્લેષ્ણ કરે છે), દરેક ઇનરોલમેન્ટનો સમય યુનિક મશીન રજીસ્ટ્રેશન પ્રોસેસથી ઓળખ, ટેમ્પર પ્રુફિંગ દ્વારા ડેટાની સુરક્ષા વગેરે કરાય છે.

પ્રાધિકરણે કહ્યું કે ચોરી શકયા જ નથી
UIDAIએ સ્પષ્ટ કહ્યું છે કે જ્યાં સુધી સંબંધિત વ્યક્તિ ખુદ પોતાના બાયોમેટ્રિક આપતી નથી, કોઇપણ ઓપરેટર ના તો આધાર બની શકે છે અને ના તો અપડેટ કરી શકે છે. કહેવાય છે કે કોઇપણ ઇનરોલમેન્ટ કે અપડેટનો અનુરોધ ત્યારે સ્વીકાર કરાય છે જ્યારે ઓપરેટરની બાયોમેટ્રિક પ્રમાણિત થઇ જાય અને સિસ્ટમથી રેજિડેન્ટની બાયોમેટ્રિકની ડુપ્લીકેટ કોપી ડિલીટ થઇ જાય. એવામાં આધારના ડેટાબેઝમાં ચોરી શકય નથી.

… તો કરી દેવામાં આવે છે ઓપરેટર્સ બ્લોક
પ્રાધિકરણનું કહેવું છે કે કાલ્પનિક સ્થિતિમાં પણ જ્યાં સુધારાના કેટલાંક પ્રયાસ, જરૂરી પેરામીટર્સ જેવા ઓપરેટર કે રેજિડન્ટના બાયોમેટ્રિક્સ કેપ્ચર નથી અથવા તો બ્લર થઇ ગયા અને એવામાં સિગ્નલ UIDAIની સિસ્ટમમાં પહોંચે છે અને આવા તમામ ઇનરોલમેંટ રદ્દ કરી દેવામાં આવ્યા છે અને કોઇપણ આધાર જનરેટ થઇ શકતા નથી. એટલું જ નહીં આવી બાબતોમાં સંબંધિત ઇનરોલમેન્ટ મશીનો, ઓપરેટરોની ઓળખ કરીને તેને બ્લોક અને હંમેશા માટે બ્લેકલિસ્ટેડ કરી દેવામાં આવે છે. ગંભીર ફ્રોડની બાબતમાં પોલીસને ફરિયાદ પણ કરી શકાય છે.