#NiravModi Arrested In London
  • Home
  • Featured
  • બ્રિટનની અદાલતે નીરવ મોદીને જામીન આપવાનો કર્યો ઈનકાર કરતા બરાબરના ખખડાવ્યો

બ્રિટનની અદાલતે નીરવ મોદીને જામીન આપવાનો કર્યો ઈનકાર કરતા બરાબરના ખખડાવ્યો

 | 3:04 pm IST

બ્રિટનની અદાલતે પીએનબી કૌભાંડ કેસમાં ફરાર આરોપી નીરવ મોદીને જામીન આપવાનો ઈનકાર કરી દીધો છે. બ્રિટનની વેસ્ટમિન્સર કોર્ટે નીરવ મોદીને 29 માર્ચ સુધીમાં અટકાયતમાં રાખવાના આદેશ આપ્યા છે.

ન્યાયાધીશે કહ્યું હતું કે, એ વાત પર વિશ્વાસ કરવાના પુરતા પુરાવા છે કે, જામીન આપવા પર નીરવ મોદી સમર્પણ નહીં કરે.

આ અગાઉ પંજાબ નેશનલ બેન્કમાંથી 13000 કરોડ રૂપિયાથી વધુના ગોટાળાના મુખ્ય આરોપી નીરવ મોદીની લંડનમાં ધરપકડ કરી લેવાઇ છે. આજે તેને વેસ્ટમિંસ્ટર કોર્ટમાં રજૂ કરાશે. કોર્ટ હવે ભારતમાં તેના પ્રત્યર્પણને લઇ કેસની સુનવણી કરશે. આ બધાની વચ્ચે સૂત્રોનું કહેવું છે કે પ્રવર્તન નિર્દેશાલયની તરફથી નીરવ મોદીની સંપત્તિઓને વેચી શકે છે. 

જામીન પણ મળી શકે છે
કાયદાના નિષ્ણાતોના મતે નીરવને લંડન કોર્ટમાંથી આજે જ જામીન પણ મળી શકે છે. ત્યારબાદ આગળના કેસને વિજય માલ્યાના કેસની જેમ ચલાવાશે. આપને જણાવી દઇએ કે ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યાને પણ લંડનમાં વર્ષ 2017મા ધરપકડ કરાઇ હતી. જો કે થોડીક જ વારમાં તેમને જામીન પણ મળી ગયા હતા. આની પહેલાં આ વર્ષે એપ્રિલમાં પણ માલ્યાની લંડનમાં ધરપકડ કરાઇ હતી અને એ વખતે પણ થોડાંક જ કલાકોમાં જામીન મળી ગયા હતા.

વેસ્ટમિંસ્ટર કોર્ટે વોરંટ ઇશ્યૂ રજૂ કર્યું હતું

મની લોન્ડ્રિંગના એક કેસમાં નીરવ મોદીના પ્રત્યર્પિત કરવાના ઇડીના અનુરોધના જવાબમાં તેની વિરૂદ્ધ ધરપકડ વોરંટ ઇશ્યૂ કરાયું છે. અધિકારીઓએ કહ્યું કે અધિકારીઓએ તપાસ એજન્સીને તાજેતરમાં વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા વોરંટ રજૂ કરવા અંગે સૂચિત કરાયા હતા અને નીરવ મોદીને ટૂંક સમયમાં જ સ્થાનિક પોલીસ (લંડન મેટ્રોપોલિટન પોલીસ) દ્વારા ધરપકડ કરવાની વાત કહી હતી.

શું છે PNB કૌભાંડ
11,400 કરોડ રૂપિયાનું પીએનબી કૌભાંડ દેશનું સૌથી મોટું બેન્કિંગ કૌભાંડ છે. નીરવ મોદી તેના મુખ્ય આરોપી છે. તેમાં નીરવના મામા મેહુલ ચોક્સી પણ સામેલ છે. 7 વર્ષ સુધી પીએનબી કૌભાંડ ચલાવતા રહ્યા પરંતુ આરબીઆઈ અને નાણાં મંત્રાલયને તેનો અણસાર સુદ્ધાં આવ્યો નહીં. આ કૌભાંડમાં બેન્કના કેટલાંય કર્મચારી સામેલ હતા, તેમના પર કાર્યવાહી થઇ રહી છે.

આ આખા કેસમાં લેટર ઓફ અંડરટેકિંગ એટલે કે એલઓયુ સામેલ છે. આ એક પ્રકારની ગેરંટી હોય છે, તેના આધાર પર બીજી બેન્ક ખાતેદારને પૈસા આપે છે. હવે જો ખાતેદાર ડિફોલ્ટ કરે છે તો એલઓયુ આપનાર બેન્કની આ જવાબદારી હોય છે કે તેના સંબંધિત બેન્કને બાકી નાણાં ચૂકવણી કરે. નીરવની વિરૂદ્ધ નોંધાયેલ ચાર્જશીટ પ્રમાણે પીએનબીમાંથી નકલી એલઓયુના માધ્યમથી દુબઇ અને હોંગકોંગ સ્થિત શેલ કંપનીઓના એકાઉન્ટમાં નીરવ મોદીને પૈસા મળ્યા.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન