UK Court Refused Mallya's Plea against his Extradition Order
  • Home
  • Featured
  • UK કોર્ટથી માલ્યાને મોટો ઝાટકો, પ્રત્યાર્પણ સામેની અરજી ફગાવી

UK કોર્ટથી માલ્યાને મોટો ઝાટકો, પ્રત્યાર્પણ સામેની અરજી ફગાવી

 | 4:43 pm IST

ભાગેડુ લિકર કિંગ વિજય માલ્યાને જલ્દી ભારત લાવવાની અપેક્ષાઓ વધી છે. લંડન કોર્ટે પ્રત્યાર્પણ સામેની માલ્યાની અરજીને ફગાવી છે. મીડિયા રિપોર્ટ મુજબ કોર્ટે માલ્યાની પ્રત્યાર્પણ વિરુદ્ધ કરેલી અરજીને ફગાવી માલ્યાને મોટો ઝાટકો આપ્યો છે.

સૂત્રો મુજબ માલ્યાએ ભારત પ્રત્યાર્પણ સામે યુકે કોર્ટમાં અરજી કરી હતી અને પોતાને બચાવવા માટે ફરી કોશિશ કરી હતી. પરંતુ કોર્ટે તેને નકારી કાઢી છે. જ્યારે આ પહેલા બ્રિટેનના હોમ સેક્રેટરી સાજિદ જાવિદે માલ્યાના પ્રત્યાર્પણ આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા. યુકે સરકારના આ નિર્ણય સામે માલ્યાએ હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. પરંતુ તેની આ કાશિશ પણ નિષ્ફળ રહી.

ઉલ્લેખનીય છે કે પ્રવર્તન નિદેશાયલ(ઈડી) અને સીબીઆઈ બન્ને એજન્સીઓએ માલ્યા સામે 9,000 કરોડ રૂપિયાની બેંકો સાથે છેતરપિંડી કરવાનો આરોપ લગાવી તપાસ હાથ ધરી છે. જેના પછીથી માલ્યા વિદેશ ભાગી ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન