કોરોના ફેલાવવાનું ચીનનું જ કાવતરૂ! ખાંધા ચીનાને ઉઘાડા પાડવા આ દેશોએ ઘડ્યો માસ્ટર પ્લાન

કોરોના વાયરસ ચીનના એનિમલ માર્કેટથી ફેલાયો હોવાની થિયરી પર કોઈ જ વિશ્વાસ કરવા તૈયાર નથી. જેથી વાયરસ કેમ ફેલાયો તેની સાચી ભાળ મેળવવા કેટલીક સરકારોએ જાસૂસી કરાવવાનું શરૂ કરી દીધું છે. બ્રિટન સરકારને ગુપ્ત માહિતી મળી છે કે, વાયરસના ફેલાયો તે પહેલા ચીનની લેબોરેટરીમાંથી જાનવરોમાં ફેલાયો હતો ત્યાર બાદ તે માણસોમાં ફેલાયો છે જે હવે ઘાતક સ્વરૂપ લઈ ચુક્યો છે.
લેબોરેરીમાંથી જાનવરોમાં અને ત્યાંથી માણસોમાં ફેલાયો
બ્રિટનના ટોચના સરકારી સૂત્રોનું કહેવું છે કે, ભલે અત્યાર સુધી વૈજ્ઞાનિકો એમ જ કહી રહ્યાં હોય કે વાયરસ વુહાનમાંથી જાનવરોના માસ માર્કેટમાંથી ફેલાયો પણ ચીની લેબમાંથી લીક થયો હોવાની હકીકતને નજર અંદાજ કરી શકાય તેમ નથી. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન દ્વારા રચવામાં આવેલી આપાત કમિટી કોબરાના એક સભ્યએ કહ્યું હતું કે, ગત રાત્રે મળેલી ગુપ્ત માહિતી પ્રમાણે એ વાતને લઈને કોઈ બે મત નથી કે કોરોના વાયરસ જાનવરોમાંથી જ ફેલાયો છે પણ એ વાતને લઈને પણ ઈનકાર ના કરી શકાય કે વાયરસ વુહાનની લેબમાંથી લીક થઈને જ સૌથી પહેલા માણસમાં ફેલાયો હતો.
પશુ બજારથી વધારે દૂરના અંતરે નથી વાયરોલોજી સેંટર
કોબરા સિક્યોરિટી સર્વિસે આ મામલે વિસ્તારપૂર્વક જાણકારી આપી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, વાયરસની પ્રક્રુતિને લઈને એક વિશ્વસનીય વૈકલ્પિક વિચાર છે. એ બાબત માત્ર એક સંયોગ નથી કે, વુહાનમાં લેબોરેટરી રહેલી છે. આ તથ્યની નજરઅંદાજ કરી ના શકાય. વુહાનમાં ઈન્સ્ટિટ્યૂટ્સ ઓફ વાયરોલોજી રહેલી છે. ચીનમાં આવેલી આ સૌથી આધુનિક લેબ છે. આ ઈન્સ્ટિટ્યૂટ જ્યાં જાનવરોના માસનું વેચાણ કરતુ માર્કેટ છે ત્યાંથી માત્ર 10 માઈલના અંતરે જ આવેલુ છે. જાહેર છે કે, ચીનના સમાચારપત્ર પીપલ્સ ડેઈલીએ 2018માં કહ્યું હતું કે, આ લેબોરેટરી ઘાયક ઈબોલા વાયરસ જેવા માઈક્રોમેગેનિઝમ પર પ્રયોગ કરવામાં પણ સક્ષમ છે.
પહેલા લેબના સ્ટાફ કર્મચારીઓમાં જ ફેલાયું સંક્રમણ?
એવા અહેવાલ પણ સામે આવ્યા છે કે, ઈન્સ્ટિટ્યૂટના કર્મચારીઓના બ્લડમાં તેનું ઈન્ફેક્શ્હન ફેલાયુ હતું અને ત્યાર બાદ તેનાથી સ્થાનિક લોકો તેનો ભોગ બન્યા. જ્યારે વુહાન સેંટર ફોરસ ડિસિઝ કંટ્રોલે પણ આ માસ બજારથી 3 માઈલ દૂર છે. માનવામાં આવે છે કે, ત્યાં પણ જાનવરો અને ચામાચિડીયા પર પ્રયોગ કરવામાં આવ્યા છે જેથી કરીને કોરોના વાયરસના ટ્રાંસમિશનની જાણકારી મેળવી શકાય.
2004માં ચીની લેબમાંથી લીક થવાના કારણે ઘાતક એવો સાર્સ વાયરસ ફેલાયો હતો જેના કારણે ત્યાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું અને અન્ય 9 લોકો સંક્રમિત થયા હતાં. ચીનની સરકારે તે સમયે કહ્યું હતું કે, બેરદકારીના કારણે આમ થયું હતું અને તે બદલ 5 વરિષ્ઠ અધિકારીઓને દંડિત કરવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન