બ્રિટનની નાની-મોટી સંસ્થા પર 800 હેકિંગ હુમલા, કુલ 457 દિવસમાં 796 સાયબર એટેક થયા - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • બ્રિટનની નાની-મોટી સંસ્થા પર 800 હેકિંગ હુમલા, કુલ 457 દિવસમાં 796 સાયબર એટેક થયા

બ્રિટનની નાની-મોટી સંસ્થા પર 800 હેકિંગ હુમલા, કુલ 457 દિવસમાં 796 સાયબર એટેક થયા

 | 4:54 pm IST

દુનિયાની સૌથી મોટી વીડિયો વેબસાઇટ યૂ ટયૂબ પર હેકર્સ ત્રાટક્યા બાદ હવે વિશ્વની પ્રાઇમ સાઇટ પર હેકર્સની નજર છે. બ્રિટનની નાની-મોટી સંસ્થા પર 800 હેકિંગ હુમલા થયા છે. નેશનલ સાયબર સિક્યોરિટી સેન્ટર, ગવર્નમેન્ટ ઇન્ટેલિજન્સ અને સિક્યોરિટી ઓર્ગેનાઇઝેશનના જણાવ્યા પ્રમાણે રેન્સમવેર સૌથી મોટો સાયબર હુમલો હતો.

નેશનલ ક્રાઇમ એજન્સીના રિપોર્ટ પ્રમાણે કેટલીક સંવેદનશીલ ટેક્નિક અને ડિઝાઇન પર સતત નજર રાખવામાં આવતી હોય છે. જેના પર હેકર્સ હુમલો કરતાં સમગ્ર ડેટા સામે જોખમ ઊભું થાય છે. સામાન્ય રીતે હેકર્સ ક્લાયન્ટના સોદા પર નજર રાખે છે, જેમાં તે ક્લાયન્ટના એક્સેસ મેળવીને ડેટાનો ઉપયોગ કરે છે.

લંડનમાં થયેલા સાયબર હુમલા પરના એક રિપોર્ટ પ્રમાણે વ્યાપારી ડેટા અને કેટલાક સંવેદનશીલ ડેટા પર સૌથી વધુ જોખમ હોવાનું જાણવા મળ્યું. ગત વર્ષે વન્નાક્રાય, રેન્સમવેર અને ઇક્વિફેક્સ જેવા વાઇરસથી ડિજિટલ દુનિયામાં ખળભળાટ મચી ગયો હતો.

ટેક્સીર્સિવસ પૂરી પાડતી એપ્લિકેશન ઉબેરમાંથી ડેટા લીક થવાનો મામલો સામે આવ્યા બાદ યાહૂ પર વર્ષ 2013માં સાયબર હુમલો થતાં સમગ્ર વેબસાઇટના કરોડો યૂઝર્સ એકાઉન્ટ પર અસર થઈ હતી.

વર્ષ 2016ના ઓક્ટોબરમાં એનસીએસસી સંસ્થાએ 34 સાયબર હુમલાઓને ડિટેક્ટ કરીને વર્ગીકૃત કર્યા હતા, જેમાં સરકારી કેટલીક વેબસાઇટનો સમાવેશ થતો હતો. આ વર્ષની શરૂઆતમાં પણ સાયબર એટેકમાં કોઈ બ્રેક લાગી નથી. એનસીએસસી કહે છે, મોટાભાગના એટેક પૈસા માટે કરવામાં આવે છે, જેને કારણે ડેટા અને સિસ્ટમ બંનેને નુકસાન થાય છે.

કેટલા વાઇરસ હુમલાથી શું નુકસાન?
વર્ષ 2016માં સૌપ્રથમ વખત પેટયા માલવેર એટેક સામે આવ્યો હતો. ગત વર્ષે જૂનમાં આ હુમલો ફરી વાર થયો હતો, જેને કારણે માત્ર 45 મિનિટમાં 15,000 લેપટોપને માઠી અસર થઈ હતી. આ હુમલાથી માઇક્રોસોફ્ટ વિન્ડોઝનાં કેટલાંક સોફ્ટવેરને નુકસાન થયું હતું, જ્યારે મે 2017માં વન્નાક્રાઇ વાઇરસ હુમલાથી 150 દેશમાં 3,00,000 ડિવાઇસ સ્લો થઈ ગયાં હતાં જ્યારે ઇક્વિફેક્સે રેકોર્ડ બનાવ્યો હતો. આ હુમલાથી લંડનમાં 7,00,000 લાખ ગ્રાહકોએ પોતાનો કેટલોક ડેટા જતો કરવો પડયો હતો. વર્ષ 2016માં ટેક્સી એપ ઉબેરનો ડેટા લીક થયો અને રેન્સમવેરે માથું ઊંચક્યું હતું. બ્રિટન સરકારે કહ્યું હતું કે, આ પ્રકારના સાયબર હુમલા પાછળ ઉત્તર કોરિયા જવાબદાર છે. તે આ પ્રકારના સાયબર એટેક કરાવી રહ્યો છે.

યૂ ટયૂબનો સૌથી વધુ વખત જોવાયેલો વીડિયો હેક, કાર્ટૂન પ્લે થયું
તાજેતરમાં ભારતમાં જોવાતી વીડિયો વેબસાઇટ યૂ ટયૂબ હેક થઈ ગયું હતું, જેમાં લાખો વખત જોવામાં આવેલો વીડિયો ડિલીટ કરી તેને સ્થાને કોઈ કાર્ટૂન અપલોડ કરી દેવાયું હતું. આ એક મ્યુઝિક વીડિયો હતો. આ હેકિંગની જવાબદારી પ્રોસોક્સ અને ક્યુરોશ નામનાં હેકર્સ ગ્રૂપે લીધી હતી. આ મ્યુઝિક વીડિયોને સ્થાને કાર્ટૂન મૂકી દેવાયું હતું, જે જોઈને લોકો ચોંકી ગયાં હતાં. માત્ર વીડિયો જ નહીં પણ વીડિયોનું થંબનિકલ પણ બદલી દેવાયું હતું.