આખરે હિરણ્ય માતાની ગોદથી ધરતીની ગોદમાં સમાયો - Sandesh
  • Home
  • Mehsana
  • આખરે હિરણ્ય માતાની ગોદથી ધરતીની ગોદમાં સમાયો

આખરે હિરણ્ય માતાની ગોદથી ધરતીની ગોદમાં સમાયો

 | 4:53 am IST

અમદાવાદ, ખેરાલુ,તા.૨

ખેરાલુ તાલુકાના સરદારપુરા ચીકણા ગામમાં નવ વર્ષના માસૂમ હિરણ્યની ઠંડે કલેજે હત્યા કરવામાં આવી હતી. નવ દિવસ પહેલા નવવર્ષના માસૂમનું અપહરણ કરી તેની હત્યા કરાયેલી લાશને કોથળામાં ભરી ગામની શાળાના કંપાઉન્ડ પાસે નાંખી દેવામાં આવી હતી. આ હત્યા બાદ ગામમાં ભારેલા અગ્નિ પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. આ હત્યાનો ભેદ ઉકેલવા માટે ડોગ સ્કવોડ, ફોરેન્સિક સહિતના તમામની મદદ લેવામાં આવી છે તેમજ પોલીસની ચાર-ચાર ટીમો બનાવી હત્યાનો ભેદ ઉકેલવાને માટે દિવસ રાત એક કરી રહ્યા છે પરંતુ તેમ છતાં ગઈકાલે સોમવારે અમદાવાદ ખાતે પોસ્ટમોર્ટમ થયા બાદ મૃતક માસૂમના પરિવારે જ્યાં સુધી હત્યારા ઝડપાય નહીં ત્યાં લાશ અંતિમક્રિયા માટે સ્વીકારવાનો ઈન્કાર કરી દેતા વાતાવરણ ગરમાયું હતું. આખરે મોડી સાંજે જિલ્લા પોલીસવડા અને ઉચ્ચ અધિકારીઓ સહિતના અગ્રણીઓની ભારે મથામણ પછી મૃતક માસૂમના પિતાએ ભારે હૈયે પોતાના પુત્રની લાશને સ્વીકારવા સહમત થયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે પંથકમાં છેલ્લા છ મહિનામાં હત્યાની આ ચોથી ઘટના બનવા પામી છે. ખેરાલુ તાલુકાના સરદારપુરા ચીકણા ગામે ગઈ તા.૨૩-૧૨ ના રોજ ગુમ થયેલ હિરણ્ય ઠાકોરની રવિવારે મોડી સાંજે હત્યા કરાયેલી હાલતમાં લાશ મળતાં સમગ્ર સરદારપુરા ચીકણા ગામમાં શોક છવાઈ ગયો છે.લગભગ પાંચ હજારથી વધુ લોકો ચીકણા ગામે આવી ગયા છે ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે સોમવારે અમદાવાદ સીવીલ ખાતે પી.એમ. કરવામાં આવ્યું હતું પી.એમ કર્યા બાદ લાશને ચીકણા ગામે લાવવામાં આવી હતી હાલમાં બંધ મકાનમાં લાશને રાખવામાં આવી છે તે માકાનની આસપાસ હજારો લોકોના ટોળે ટોળા ઉભરાઈ રહ્યા છે અનેક આગેવાનો જનમેદની અને પરિવારને સમજાવવાના પ્રયત્નો કરી રહ્યા છે પરંતુ તમામનો એકજ સુર નીકળી રહ્યો છે આરોપી પકડી લાવો પછીજ બોડી લઈશુ.હાલમાં ગામની પરિસ્થિતિ ઘણીજ નાજુક બની ગઈ છે.ગમે ત્યારે કઈપણ બની શકે તેમ છે.પોલીસ પરિસ્થિતિ બગડે નહિ તે હેતુથી ખુબજ ચાંપતી નજરે કામ કરી રહી છે.

મરનાર હિરણ્ય ધોરણ ત્રણમાં અભ્યાસ કરતો હતો અને તેની મોટી બહેન અંજના ધોરણ છમાં અભ્યાસ કરે છે પરિવારના એકના એક પુત્રનું મોત થતાં પરિવાર ભાંગી પડયો છે.માતાના આંખમાંથી આંસુ સુકાતા નથી બહેન રડી રડીને અડધી થઈ ગઈ છે.પિતાની તબીયત બગડી છે તાવમાં ધગધગે છે.

મૃતદેહ પાસે રહેલા વાળ પૃથ્થકરણ માટે મોકલાશે

ઘટનાસ્થળે હિરણ્યના હત્યા કરાયેલા મૃતદેહની તપાસ કરનારા હ્લજીન્ અધિકારીએ ‘સંદેશ’ને જણાવ્યું હતું કે,:”પ્રાથમિક શાળાની પાછળના ભાગે આવેલા મધ્યાહન ભોજનના રૂમની પાછળની જગ્યાયેથી હિરણ્યનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ પાસે લોહી એકઠું થઇ ગયું હતું તેમજ મૃતદેહ પાસેથી મળી આવેલા વાળ કબજે લઇ પૃથ્થકરણ માટે મોકલાયા છે. મૃતદેહ પડી રહ્યો હોવાથી ગળાથી ઉપરનો ભાગ કાળો પડી ગયો હતો. મૃતદેહ આસપાસ જીવાત થઇ ગઇ ગઇ હતી. પ્રાથમિક તપાસમાં હિરણ્યનું મોત ગળું દબાવવાને કારણે થયું હોવાનું તેમજ અન્ય સ્થળે હિરણ્યની હત્યા કરી મૃતદેહને શાળાની પાછળના ભાગે કંતાનના કોથળા નીચે છુપાવવાનો પ્રયાસ કરાયો હોવાનું તારણ બહાર આવી રહ્યું છે. ”

એચ.પી.ચૈતન્ય મંડલીક

એફ.એસ.એલનો રીપોર્ટ આવ્યો નથી જીલ્લાની પોલીસ તૈનાત કરવામાં આવી છે.પોલીસની ચાર અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે.પરિવારને સમજાવવામાં આવી રહ્યો છે ડેડ બોડી સ્વીકારી લે તેવા પ્રયત્નો આગેવાનો સાથે ચાલી રહ્યા છે. ડી.વાય.એસ.પી.વિસનગર તથા ચાર પોલીસ ઈન્સ્પેક્ટર તથા એસ.ઓ.જી એલ.સી.બી ઉપરાંત જીલ્લાની પોલીસ તૈનાત કરાઈ છે.

રામાજી ઠાકોર(કોંગ્રેસ કાર્યકર-જિલ્લા ઠાકોર સેના પ્રમુખ)

લગભગ હજારોની સંખ્યામાં એકત્ર થયેલી જનમેદનીને સંબોધતાં જણાવ્યું હતું કે પોલીસ તેમની કાર્યવાહી કરીજ રહી છે જેમ બને તેમ આરોપીઓને ઝડપી લેશે.સરદારપુરા ચીકણા ગામના તમામ ઘરની તમામ વ્યક્તિની પુરે પુરી તપાસ થશે પરંતુ લોકોએ આરોપી પકડયા પછીજ બોડી સ્વીકારીશુ તેવી જીદ કરી હતી.