આખરે શાહિદ કપૂર અને મીરાએ દીકરાનું નામ ઝૈન કપૂર રાખ્યું - Sandesh
  • Home
  • Entertainment
  • આખરે શાહિદ કપૂર અને મીરાએ દીકરાનું નામ ઝૈન કપૂર રાખ્યું

આખરે શાહિદ કપૂર અને મીરાએ દીકરાનું નામ ઝૈન કપૂર રાખ્યું

 | 1:14 am IST

શાહિદ કપૂર અને મીરા રાજપૂતે આખરે પોતાનાં દીકરાનું નામ રાખી લીધું છે. શાહિદે આ અંગે ટ્વિટ કરતાં કહ્યું હતું કે તેણે પોતાના નવજાત બાળકનું નામ ઝૈન કપૂર રાખ્યું છે. ઘરમાં આવેલા નવા મહેમાનથી પિતા શાહિદ ઘણો ખુશ છે. તેણે અભિનંદન આપનારાઓને ધન્યવાદ આપતાં કહ્યું હતું કે ‘મળો મારા દીકરા ઝૈન કપૂરને. મને હવે એવું લાગે છે કે અમારો પરિવાર પૂરો થઈ ગયો છે. અભિનંદન અને આશીર્વાદ આપવા બદલ આપ સૌનો ધન્યવાદ. અમે ઘણા ખુશ અને આભારી છીએ.’ શાહિદની પોસ્ટ બાદ અભિષેક બચ્ચને ટ્વિટ કરતાં લખ્યું હતું કે ‘મીરા, મીશા અને તમને ઘણી ઘણી વધાઈ. એ બાળ ગોપાલને ભગવાન આશીર્વાદ આપે.’