અલ્ટ્રાટ્રેક સિમેન્ટ કંપનીને ખનિજ ઉત્ખનન મામલે ફટકારાયો 2.60 કરોડનો દંડ - Sandesh
  • Home
  • Bhuj
  • અલ્ટ્રાટ્રેક સિમેન્ટ કંપનીને ખનિજ ઉત્ખનન મામલે ફટકારાયો 2.60 કરોડનો દંડ

અલ્ટ્રાટ્રેક સિમેન્ટ કંપનીને ખનિજ ઉત્ખનન મામલે ફટકારાયો 2.60 કરોડનો દંડ

 | 9:24 am IST

વિપુલ માત્રામાં વિવિધ ખનિજ સંપદા ધરાવતા કચ્છ જિલ્લામાં કેટલાક ઉદ્યોગો ખનિજ ચોરી કરવામાં પાવરધા બની ગયા હોય તેમ તંત્રની શેહ શરમ રાખ્યા વિના ખનિજ ચોરી કરી સરકારની તિજોરીને મોટું નુકસાન પહોંચાડી રહ્યા છે. આવા ખનિજ ચોરો સામે ખાણ ખનિજ તંત્ર લગામ કસવાની મથામણ કરી રહ્યું હોય તેમ આદિત્ય બિરલા ગ્રૂપની અલ્ટ્રાટ્રેક સિમેન્ટ કંપનીને રૂ.2.60 કરોડ તથા આશાપુરા ગ્રૂપને રૂ.65 લાખનો દંડ ફટકારતાં કોર્પોરેટ ક્ષેત્રે તથા ખનિજ માફિયાઓમાં હલચલ મચી જવા પામી છે.

જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી માવદિયાએ આશાપુરા ગ્રૂપ તથા અલ્ટ્રાટ્રેક સિમેન્ટ કંપનીને ગેરકાયદે ખનિજ ઉત્ખનન અંગે હાથ ધરેલી કાર્યવાહી અંગે જણાવ્યું હતું કે, આશાપુરા ગ્રૂપે લખપત તાલુકાનાં ખારોડામાં લિઝ બહારનાં વિસ્તારમાંથી બેન્ટોનાઈટનું ગેરકાયદે ઉત્ખનન કર્યું હોવાની ફરિયાદ બાદ હાથ ધરવામાં આવેલી તપાસમાં ફરિયાદમાં તથ્ય જણાતા આશાપુરા ઓફ કંપનીનેરૃ.૫૬ લાખનો દંડ ફટકાર્યો છે. જ્યારે આદિત્ય બિરલા ગ્રૂપની અલ્ટ્રાટ્રેક સિમેન્ટ કંપનીએ અબડાસાનાં વાયોર નજીક ખારાઈ ગામ પાસે તેની લીઝની જમીનમાંથી લાઈમ સ્ટોનનાં બદલે કંપનીએ ક્લેનું ગેરકાયદે ઉત્ખનન કર્યું હતું. લાઈમ સ્ટોનની રોયલ્ટીનાં ભાવ ઓછા છે જ્યારે ક્લેની રોયલ્ટીનાં ભાવ વધુ છે. એટલે ક્લેની રોયલ્ટી અલ્ટ્રાટ્રેક કંપનીએ સરકારને ચૂકવવી પડે પરંતુ તે રોયલ્ટીની રકમ ન ચૂકવતા ખાણ ખનિજ કચેરી દ્વારા રૂ.2.60 કરોડની રકમનો દંડ ફટકારવાની નોટિસ ફટકારી હોવાનું માવદિયાએ જણાવ્યું હતું.

ખાણ ખનિજ કચેરીનાં માહિતી આપવામાં ઠાગાઠૈયા
મુખ્યમંત્રીએ ડ્રોન કેમેરાનો ઉપયોગ કરીને ખનિજ ચોરો ઉપર લગામ કસવાની યોજનાં અમલી બનાવી રહ્યા છે. જ્યારે બીજી બાજુ જિલ્લામાં ખનિજની ચોરી કરતા ઉદ્યોગગૃહની લાખો અને કરોડોની ખનિજ ચોરી સામેની કરવામાં આવેલી દંડનાત્મક કાર્યવાહીની વિગતો જિલ્લાનાં ખાણ ખનિજ અધિકારી આપવામાં ગલ્લાં તલ્લા કરી મારી પાસે સ્ટાફ અપૂરતો હોવાનો લૂલો બચાવ કરી રહ્યા છે. અત્રે નોંધનીય છે કે, ભૂતકાળમાં ખનિજ માફિયાઓ સાથે સાંઠગાઠ ધરાવનારા ખાણ ખનિજ અધિકારી મેવાડા ઉપર એસીબીની ટ્રેપ દરમિયાન તેનાં ભુજ સ્થિત નિવાસમાંથી રૂ.12 લાખની રોકડ ઉપરાંત અમદાવાદમાંથી મોટી મિલકતો મળી આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન