Ayodhya: Uma Bharti Went To Meet Advani After SC's Judgement
  • Home
  • Ayodhya Verdict
  • સુપ્રીમ કોર્ટનાં ઐતિહાસિક ચુકાદા બાદ અડવાણીને મળ્યા ઉમા ભારતી, આપ્યું મોટું નિવેદન

સુપ્રીમ કોર્ટનાં ઐતિહાસિક ચુકાદા બાદ અડવાણીને મળ્યા ઉમા ભારતી, આપ્યું મોટું નિવેદન

 | 4:01 pm IST

અયોધ્યા પર સુપ્રીમ કોર્ટનાં નિર્ણાયક ચુકાદા બાદ પૂર્વ કેન્દ્રિય મંત્રી ઉમા ભારતી બીજેપીનાં દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીને મળવા પહોંચ્યા. મંદિર આંદોલનનાં આગેવાન રહેલા અડવાણીને મળ્યા બાદ ઉમા ભારતીયે કહ્યું કે આ દિવ્ય નિર્ણયનું દરેક સમુદાયે સ્વાગત કર્યું છે. ઉમા ભારતીયે કહ્યું કે, “હું તો અડવાણીજીનાં ઘરે તેમને માથું ટેકવા આવી છું, કેમકે આજે અમે અડવાણીજીનાં કારણે જ અહીં પહોંચ્યા છીએ. અડવાણીજી એ વ્યક્તિ હતા જેમણે છળ સેક્યુલરિઝ્મને પડકાર આપ્યો હતો. મે અયોધ્યાનાં આંદોલનમાં સંપૂર્ણ ભાગીદારી આપી હતી. સર્વોચ્ચ ન્યાયાલયનાં ચુકાદાનું અમે પણ સ્વાગત કરીએ છીએ.”

ઉલ્લેખનીય છે કે શનિવારનાં સુપ્રીમ કોર્ટે અયોધ્યા વિવાદને લઇને એક ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો. 5 જજોની બેંચે સર્વસંમતિથી વિવાદિત ભૂમિને રામજન્મભૂમિ ન્યાસને આપવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત મુસ્લિમ પક્ષને અયોધ્યામાં જ ક્યાંક 5 એકર જમીન મસ્જિદ નિર્માણ માટે આપવામાં આવશે. કૉર્ટે કેન્દ્ર સરકારને મંદિર નિર્માણ માટે એક ટ્રસ્ટ બનાવવાનો આદેશ આપ્યો છે.

1989માં રામ મંદિર આંદોલનને મજબૂતી આપનારી સોમનાથથી અયોધ્યા સુધીની રથયાત્રા અડવાણીએ જ નીકાળી હતી. આનું જ પરિણામ હતુ કે 1984માં ફક્ત 2 સીટ જીતનારી બીજેપીએ 1989ની લોકસભા ચૂંટણીમાં 86 સીટો જીતી. ઉલ્લેખનીય છે કે 6 ડિસેમ્બર 1992નાં અયોધ્યામાં બાબરી મસ્જિદ વિધ્વંસ મામલે અડવાણી આરોપી છે. તેમના ઉપરાંત બીજેપીનાં વરિષ્ઠ નેતા મનોહર જોશી, ઉમા ભારતી, સાધ્વી ઋતંભરા અને મહંત નૃત્યગોપાલ દાસ પણ આરોપી છે. અત્યારે આ તમામને આ મામલે કોર્ટમાંથી જામીન મળેલા છે.

આ વિડીયો પણ જુઓ: સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ અયોધ્યાના લોકોની પ્રતિક્રિયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન