Umaid Bhawan Palace Decorated for Priyanka Nick Marriage
  • Home
  • Featured
  • Photos: પ્રિયંકા-નિકનાં લગ્ન માટે દુલ્હનની માફક શણગારવામાં આવ્યુ ઉમેદ ભવન

Photos: પ્રિયંકા-નિકનાં લગ્ન માટે દુલ્હનની માફક શણગારવામાં આવ્યુ ઉમેદ ભવન

 | 10:47 am IST

પ્રિયંકા ચોપરા અને નિક જોનસ રૉયલ વેડિંગ માટે તૈયાર છે. બંને જોધપુરનાં ઉમેદ ભવનમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. લગ્નની તૈયારીઓ જોરશોરથી થઈ રહી છે. મહેલને લાઇટ્સ અને ફૂલોથી શણગારવામાં આવ્યો છે. ડેકોરેશનનાં ફૉટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. મહેમાનોનું ભારત આવવાનું પણ શરૂ થઈ ગયું છે. રણવીર અને દીપિકાનાં લગ્નની માફક આ લગ્નમાં પણ મોબાઈલ ફૉન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. નિક જોનસ રાજવી અંદાજમાં રથમાં બેસીને વેડિંગ પ્લેસ સુધી પહોંચશે.

ઉલ્લેખનીય છે કે આ લગ્ન હિંદૂ અને ક્રિશ્ચિયન રીતિ-રિવાજ પ્રમાણે થશે. એક તાજેતરનાં ઇન્ટરવ્યૂમાં પ્રિયંકાએ જણાવ્યું કે, “બે સંપૂર્ણ રીતે અલગ સંસ્કૃતિઓ, ધર્મ અને તેની સુંદરતા. આપણા માટે તેમના દિલમાં ઘણો જ પ્રેમ અને લગાવ છે. નિકની માતાને લાગે છે કે તે ગયા જન્મમાં ભારતીય હતી.” પેલેસની આસપાસ રહેલા સિક્યુરિટી ગાર્ડ કપલની સુરક્ષાનું ધ્યાન રાખશે. નિક અને પ્રિયંકાનાં લગ્ન દરમિયાન જોધપુરનું ઉમેદ ભવન પેલેસ પબ્લિક માટે બંધ રહેશે.

લગ્નમાં મહેમાનોનું આવવાનું શરૂ થઈ ગયું છે. લગ્ન બાદ બે રિસેપ્શન રાખવામાં આવશે. એક રિસેપ્શન મુંબઈમાં હશે અને બીજુ દિલ્લીમાં. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે 4 ડિસેમ્બરે દિલ્લીમાં રિસેપ્શન થશે જેમાં પ્રધાનમત્રી નરેન્દ્ર મોદી પણ હાજર રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન