ટીમ ઈન્ડિયાના આ સિનિયર ખેલાડીએ આપ્યા ક્રિકેટને અલવિદા કહેવાના સંકેત, સમય કર્યો જાહેર – Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • ટીમ ઈન્ડિયાના આ સિનિયર ખેલાડીએ આપ્યા ક્રિકેટને અલવિદા કહેવાના સંકેત, સમય કર્યો જાહેર

ટીમ ઈન્ડિયાના આ સિનિયર ખેલાડીએ આપ્યા ક્રિકેટને અલવિદા કહેવાના સંકેત, સમય કર્યો જાહેર

 | 12:18 pm IST
  • Share

આઇપીએલ (Indian Premier League)ની શરૂઆત થવાને હવે બસ થોડો સમય જ બાકી છે. આ પહેલા ટીમ ઇન્ડિયા (Team India) તરફથી મોટા સમાચાર આવી રહ્યા છે. ભારતીય ટીમ (Indian Team)ના ઝડપી બોલર ઉમેશ યાદવ (Umesh Yadav) આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાલ લેવાના સંકેત આપ્યા છે. 33 વર્ષના આ ખેલાડીએ એક ઇન્ટરવ્યુ દરમિયાન આ તરફ ઇશારો કર્યો હતો.

આ સાથે જ ખેલાડીએ એ પણ જણાવ્યુ કે કેટલો સમય તેનુ શરીર ક્રિકેટના મેદાનમાં રમવા સક્ષમ છે. ઝડપી બોલર ઉમેશ યાદવ ઘણા સમયથી ટીમ ઇન્ડિયાની શાન છે. જો કે તેના કરીયર પ્રમાણે ખેલાડીએ વધારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમ્યા નથી.

ઉમેશ યાદવે એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો કે બે-ત્રણ વર્ષ રમવાનું રાખશે. તેમણે કહ્યુ કે 33 વર્ષનો થઇ ગયો છુ. હું જાણુ છુ કે મારા શરીરને બે-ત્રણ વર્ષ સુધી ખેંચી શકીશ. એવા પણ કેટલાક ખેલાડીઓ છે જે પોતાનો વારો આવે તેની રાહ જોઇ રહ્યા છે આથી આવા ખેલાડીઓને મોકો આપવો જોઇએ. આનાથી ટીમને જ ફાયદો થશે. ઉમેશ યાદવ સાથેએ પણ કહ્યુ કે કોઇ પમ સમયે વર્કલોડ મેનેજ કરવો ખુબજ જરૂરી છે.

ઉમેશ અનુસાર જ્યારે તમારી પાસે પાંટ ટેસ્ટ મેચ માટે પાંચ કે છ ઝડપી બોલર હોય તો તમે એમાથી એક બોલરને ઓછો કરી શકો છો. એટલેકે તેની પાસે બે મેચ રમાડી શકો છો આનાથી બોલર લાંબા સમય સુધી સાજો સારો રહેશે.
Indian Premier Leagueમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમે છે ઉમેશ યાદવ

જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને ઇશાંત શર્મા પછી ટીમ ઇન્ડિયાના સૌથી મહત્વનો ઝડપી બોલર ઉમેશ યાદવ વર્ષ 2011માં ભારત તરફથી ડેબ્યુ કર્યુ હતુ. આ 10 વર્ષમાં તેણે 48 ટેસ્ટ મેચ રમીને 148 વિકેટ મેળવી. આ સિવાય તે 75 વનડેમાં રમ્યો છે. જો કે છેલ્લો વનડે ઓક્ટોબર 2018માં રમાયો હતો. Indian Premier Leagueમાં ઉમેશ યાદવ દિલ્હી કેપિટલ્સ ટીમનો હિસ્સો હતો.

આ વીડિયો જુઓ: ભારતમાં કોરોના સંક્રમણ બેકાબૂ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન