Umesh Yadav Smashed 50 Runs In Last 17 Ball More Than Rohit-Kohli
  • Home
  • Sports
  • Cricket
  • વિરાટ અને રોહિત કરતા પણ વિસ્ફોટક બેટ્સમેન છે આ ખેલાડી, 17 બૉલમાં જ ફટકાર્યા 55 રન

વિરાટ અને રોહિત કરતા પણ વિસ્ફોટક બેટ્સમેન છે આ ખેલાડી, 17 બૉલમાં જ ફટકાર્યા 55 રન

 | 2:28 pm IST

ઉમેશ યાદવ ટેસ્ટ ક્રિકેટમાં ભારતનાં ઑપનિંગ બેટ્સમેન રોહિત શર્મા અને કેપ્ટન વિરાટ કોહલી કરતા પણ વધારે વિસ્ફોટક બેટ્સમેન છે. આ અમે નહીં, પરંતુ આંકડા કરી રહ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં ઉમેશ યાદવે છેલ્લા 17 બૉલ પર 55 રન બનાવ્યા છે. બાંગ્લાદેશની સામે ઇન્દોર ટેસ્ટનાં બીજા દિવસે ઉમેશ યાદવ જેવો બેટિંગ માટે ક્રીઝ પર આવ્યો, તે ટી-20 ફૉર્મેટની માફક બેટિંગ કરવા લાગ્યો. દિવસની રમત પૂર્ણ થતા સુધી ઉમેશ યાદવે 10 બૉલમાં 25 રન બનાવી લીધા હતા. જેમાં એક ચોગ્ગો અને 3 છગ્ગા સામેલ હતા.

કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં છેલ્લા 17 બૉલ પર 12 રન જ બનાવ્યા

જો ટેસ્ટમાં તેના છેલ્લા 17 બૉલને જોઇએ તો તે રોહિત શર્મા અને વિરાટ કોહલીથી પણ ઘાતક છે. છેલ્લા 17 બૉલ પર તેણે 6,6,0,1,6,0,6,0,6,0,0,6,2,0,4,6,6ની મદદથી 55 રન બનાવ્યા છે. તો વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં છેલ્લા 17 બૉલ પર 12 રન જ બનાવ્યા છે. જ્યારે રોહિત શર્માએ કુલ 7 રન બનાવ્યા છે. જો કે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ પોતાની ગત ટેસ્ટમાં 12 અને તેના પહેલા અણનમ 254 રન બનાવ્યા હતા, જ્યારે રોહિતએ ગત ટેસ્ટમાં 212 રનની ઇનિંગ રમી હતી. બંને બેટ્સમેનો પોતાની નાની ઇનિંગને મોટી ઇનિંગમાં બદલવાનો દમ રાખે છે.

ભારત જીતથી 4 વિકેટ દૂર

બીજી તરફ ઉમેશ યાદવની બેટિંગમાં સુધારો થતા ભારતનો નીચેનો ક્રમ મજબૂત બન્યો છે. ઉમેશ ગત ટેસ્ટમાં સાઉથ આફ્રિકા સામે 10 બૉલ પર 31 રન બનાવ્યા હતા. આ દરમિયાને તેણે 5 છગ્ગા પણ ફટકાર્યા હતા. બાંગ્લાદેશની સામે આજે ત્રીજો દિવસ છે અને ભારતને જીતવા માટે ફક્ત 4 વિકેટની જરૂર છે. બાંગ્લાદેશે બીજી ઇનિંગમાં ટી બ્રેક સુધી 6 વિકેટે 191 રન બનાવ્યા છે. ભારત તરફથી મોહમ્મદ શમીએ 3 વિકેટો લીધી છે.

આ વિડીયો પણ જુઓ: ભાવનગરમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા મૂર્તિની પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન