UN Rejects Pakistan Mediation Request on Kashmir Issue
  • Home
  • Featured
  • હવે સંયુક્ત રાષ્ટ્ર સચિવે પાકિસ્તાનને ઝીંક્યો સણસણતો તમાચો, ભારતનો હાથ ઉપર

હવે સંયુક્ત રાષ્ટ્ર સચિવે પાકિસ્તાનને ઝીંક્યો સણસણતો તમાચો, ભારતનો હાથ ઉપર

 | 4:18 pm IST

પાકિસ્તાન તરફથી સતત જમ્મુ-કાશ્મીર મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તરે ઉઠાવવામાં આવી રહ્હ્યો છે અને બધેથી તેને ફક્ત્ત નિરાશા જ મળી રહી છે. હવે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એટોનિયો ગુટેરેસે પણ પાકિસ્તાનને ગાલ પર સણસણતો તમાચો માર્યો છે. ગાટેરેસે સ્પષ્ટ કહી દીધું છે કે, જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ભારત અને પાકિસ્તાન પરસ્પર વાતચીતથી ઉકેલે.

સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવે આ મામલે મધ્યસ્થતા કરવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે અને જવાબમાં કહ્યું છે કે, જો આ મામલે ભારત કહેશે તો જ વિચાર કરવામાં આવશે.

સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનની પ્ર્રતિનિધિ મલીહા લોધી તરફથી એંતોનિયો ગુટેરેસ સામે આ મામલો ઉઠાવવામાં આવ્યો હતો. હવે એટોનિયોના પ્રવક્તા સ્ટીફન દુજારેકે આ મામલે વલણ સ્પષ્ટ કર્યું છે અને જવાબ આપ્યો છે. દુજારેકે કહ્યું છે કે, ભારત-પાકિસ્તાને કોઈ પણ પ્રકારના આક્રમક વલણથી બચવું જોઈએ અને બંને દેશોએ પરસ્પદ રીતે જ કાશ્મીર મુદ્દાને ઉકેલવો જોઈએ.

ઉલ્લેખનીય છે કે, એંટોનિયો ગુટેરેસે ગત મહિને G7 સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી, તો પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ ખુરેશી પણ ગુટારેસને મળ્યાં હતાં.

ત્યાર બાદ ગત બુધવારે મલીહા લોધીએ યૂએન મહાસચિવ સાથે મુલાકાત કરી અને જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ મુલાકાત્ બાદ જ્યારે મીડિયા તરફથી સવાલોનો મારો ચલાવવામાં આવ્યો તો મહાસચિવના પ્રવક્તાએ કહ્યું હતું કે, મધ્યસ્થતાને લઈને સંયુક્ત રાષ્ટ્રનું વલણ પહેલા જેવું જ છે. તેમણે કહ્યું હતું કે જો બંને પક્ષો તરફથી અપીલ કરવામાં આવશે તો જ આ મામલે કોઈ નિર્ણય લેવામાં આવશે. એટલે કે સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવે સ્પષ્ટ કહ્યું છે કે, જો આ મામલે જો ભારત કંઈ કહેશે તો જરૂરથી વિચાર કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એંટોનિયો ગુટેરેસનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પાકિસ્તાન તરફથી સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC)માં જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. જોકે ત્યાં પણ ભારતે પાકિસ્તાનને રોકડું પરખાવ્યું હતું અને કહી દીધું હતું કે, કલમ 370 હટાવવી એ ભારતની આંતરીક બાબત છે.

ઉલ્લેખનીય છે કે, આ મહિને ભારત અને પાકિસ્તાનના વડાપ્રધાન સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરશે. નરેન્દ્ર મોદી અને ઈમરાન ખાનના સંબોધનનો સમય પણ લગભગ આસપાસ જ છે. જોકે આ પહેલા જ કાશ્મીર મુદ્દો સંયુક્ત્ત રાષ્ટ્રમાં પહોંચી ચુક્યો છે. હવે દુનિયા આખીની નજર પીએમ મોદી અને ઈમરાન ખાનના સંબોધન પર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન