UN Says, India lifted 271 mn people out of poverty between 2006 and 2016
  • Home
  • World
  • સંયુક્ત્ત રાષ્ટ્રએ ભારતના કર્યા બે મોઢે વખાણ, કારણ જાણી દરેક ભારતીયને થશે

સંયુક્ત્ત રાષ્ટ્રએ ભારતના કર્યા બે મોઢે વખાણ, કારણ જાણી દરેક ભારતીયને થશે

 | 12:07 am IST

સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જારી કરાયેલા એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ભારત 2006થી 2016ના ગાળામાં 27.1 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવવામાં સફળ રહ્યો છે. ભારત સંપત્તિ, ખાદ્યતેલ, સેનિટેશન અને ન્યૂટ્રિશનમાં મજબૂત સુધારા સાથે આ સમયગાળામાં બહુપરિમાણીય ગરીબીમાં ઝડપથી ઘટાડો કરી શક્યો છે. યુએન ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા બહુપરિમાણીય ગરીબીનો ઇન્ડેક્સ ઓક્સફર્ડ પોવર્ટી એન્ટ હ્યુમન ડેવલપમેન્ટ ઇનિશિએટિવ ગુરુવારે જારી કરાયો હતો.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, વિશ્વના 101 દેશો પર અભ્યાસ હાથ ધરાયો હતો જેમાં 31 ઓછી આવક ધરાવતા, 68 મધ્યમ આવક ધરાવતા અને બે ઉચ્ચ આવક ધરાવતા દેશો છે. સમગ્ર દુનિયામાં 130 કરોડ લોકો વિવિધ પ્રકારની ગરીબાઈમાં જીવે છે. તેનો અર્થ એ છે ગરીબીની વ્યાખ્યા ફક્ત આવકના આધારે નહીં પરંતુ હિંસાની ધમકીઓ, નબળું આરોગ્ય અને કામની હલકી ગુણવત્તા જેવા માપદંડોના આધારે થાય છે.

રિપોર્ટમાં ગરીબીમાં થયેલા ઘટાડાનું વર્ણન કરવા માટે 200 કરોડની કુલ વસતી ધરાવતા 10 દેશોની વાત કરાઈ છે. આ તમામ 10 દેશોએ તમામ પ્રકારની ગરીબી નાબૂદ કરવા માટે નક્કી કરાયેલા લક્ષ્યાંકને પાર કરવા નોંધપાત્ર પ્રગતિ કરી છે. આ 10 દેશોમાં બાંગ્લાદેશ, કમ્બોડિયા, કોંગો, ઇથિયોપિયા, હૈતી, ભારત, નાઇજિરિયા, પાકિસ્તાન, પેરુ અને વિયેટનામનો સમાવેશ થાય છે.

સૌથી વધુ ગરીબી નાબૂદી દક્ષિણ એશિયાના દેશોમાં થઈ છે. ભારતમાં 2006થી 2016ના સમયગાળામાં 27.1 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. બાંગ્લાદેશમાં 2004થી 2014ના ગાળામાં 1.9 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. ભારત અને કમ્બોડિયા ગરીબીમાં ઝડપથી ઘટાડો કરવામાં સફળ રહ્યા છે.

200૫-06માં ભારતમાં 64 કરોડ લોકો બહુપરિમાણીય ગરીબીનો શિકાર હતા જે 2015-16માં ઘટીને 36.9 કરોડ થઇ ગયા હતા.

ગરીબીમાં ઝડપી ઘટાડામાં ઝારખંડ અવ્વલ

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારતનું સૌથી ગરીબ ગણાતું ઝારખંડ ગરીબીની સ્થિતિ સુધારવામાં અત્યંત ઝડપી રહ્યું છે. 2005-06ના ગાળામાં ઝારખંડમાં બહુપરિમાણીય ગરીબી 74.9 ટકા હતી જે 2015-16માં ઘટીને 46.5 ટકા રહી ગઈ હતી. બીજા નંબરે કમ્બોડિયાનો મોન્ડોલ કિરી પ્રદેશ રહ્યો હતો. અહીં 2010 અને 2014 વચ્ચે ગરીબી 71.0 ટકાથી ઘટીને ૫૫.9 ટકા પર આવી ગઈ હતી.

ભારતમાં કુપોષણમાં નોંધપાત્ર ઘટાડો

ભારત, ઇથિયોપિયા અને પેરુ કુપોષણના તમામ 10 માપદંડમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં સફળ રહ્યા હતા. પૌષ્ટિક આહાર, સેનિટેશન, બાળ મૃત્યુદર, પીવાનું પાણી, પ્રાથમિક શિક્ષણ, વીજળી, શાળામાં હાજરી, રહેઠાણ, ખાદ્યતેલ અને સંપત્તિ જેવા માપદંડો પર આ ગણતરી કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન