ઉના દલિત મામલે CIDના ચોંકાવનારા ખુલાસા,કહ્યું ગાયને દલિત પરિવારે નહીં સિંહે મારી હતી - Sandesh
  • Home
  • Featured
  • ઉના દલિત મામલે CIDના ચોંકાવનારા ખુલાસા,કહ્યું ગાયને દલિત પરિવારે નહીં સિંહે મારી હતી

ઉના દલિત મામલે CIDના ચોંકાવનારા ખુલાસા,કહ્યું ગાયને દલિત પરિવારે નહીં સિંહે મારી હતી

 | 6:38 pm IST

CIDનું કહેવું છે કે દલિત પરિવારે નહીં પરંતુ સિંહે ગાયને મારી હતી. આ વાત આંખે જોનારા માણસના નિવેદન પરથી કહી છે.

ઉનામાં કહેવાતા ગૌરક્ષકોએ દલિત પરિવારને કારની પાછળ બાંધી ઢોર માર મારવામાં આવ્યો હતો તે વાતથી ગુજરાત આખુ હચમચી ગયું હતું. આ વાતે રાજકરણ પણ ગરમાયું હતું અને તેમને મળવા રાજકરણીઓની જાણે હોડ લાગી હતી. આ આખો મુદ્દો CID ને તપાસ માટે સોંપવામાં આવ્યો હતો. CIDએ આ મામલે અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેમણે જણાવ્યું છે કે આ ગાયોને દલિત પરિવારે નહીં પરંતુ સિંહે મારી હતી.

કહેવાતા ગૌરક્ષકોનો આરોપ હતો કે દલિત પરિવારે જ ગાયોની કત્લ કરી છે. જોકે CIDને એ વાતની ખબર નથી પડી કે ગૌરક્ષકોને આ વાતની જાણકારી કોણે આપી હતી કે બાલુભાઈનો પરિવાર ઉનામાં ગાયની ચામડી ઉતારી રહ્યો છે. બાલુભાઈએ પહેલા પણ કહ્યું હતું કે તેમણે ગાયોને મારી નથી. તેમને સવારે 8 વાગ્યાની આસપાસ નાજાભાઈ અહીર જે બેદિયા ગામમાં રહે છે ત્યાંથી ફોન આવ્યો હતા. નજાભાઈએ તેમને ક્હયું કે તેમની ગાયને સિંહે મારી નાંખી છે અને તેમને મૃતક ગાયને હટાવવા માટે મદદ જોઈએ છે.

બાલુભાઈએ કહ્યું કે તેમણે વસારામ,તેમના ભાઈ રમેશ,પિતરાઈ ભાઈ અશોક અને સંબંધી બેચરભાઈને શબ લેવા માટે મોકલ્યા. તે લોકો ગામથી 2 કિલોમીટર દૂર મરેલી ગાયની ચામડી ઉતારી રહ્યાં હતાં. ત્યારે જ પેલી સફેદ રંગની ગાડી ત્યાંથી પસાર થઈ. તેની સાથે મોટરસાઈકલ પણ હતી આ બંન્નેમાં મળીને 30થી 35 લોકો હતાં. તેઓ જ્યાં ગાયની ચામડી ઉતારી રહ્યાં હતાં ત્યાં ઉભા રહી ગાડો બોલવા લાગ્યા અને પછી તેમની પાસેના ડંડાથી માર માર્યો. તે જ લોકોએ વિડીઓ પણ બનાવ્યો.

આ કેસ 20 જુલાઈના રોજ CIDને સોંપવામાં આવ્યો હતો. સોમવાર 25 જુલાઈના CIDએ પકડેલા 16 લોકોમાંથી 5 લોકોને કસ્ટડીમાં લીધા. અત્યારે વિડીઓની પણ તપાસ ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન