સિવિલના ડોક્ટર્સ ઉના પીડિતોને જબરજસ્તીથી આપે છે રજાઃ દલિત સમિતિએ ટ્રોમા સેન્ટરમાં મચાવ્યો હોબાળો - Sandesh
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • સિવિલના ડોક્ટર્સ ઉના પીડિતોને જબરજસ્તીથી આપે છે રજાઃ દલિત સમિતિએ ટ્રોમા સેન્ટરમાં મચાવ્યો હોબાળો

સિવિલના ડોક્ટર્સ ઉના પીડિતોને જબરજસ્તીથી આપે છે રજાઃ દલિત સમિતિએ ટ્રોમા સેન્ટરમાં મચાવ્યો હોબાળો

 | 3:32 pm IST

ઉના દલિત અત્યાચારની ઘટનામાં ભોગ બનેલા પીડિત યુવકોની અચાનક તબિયત લથડતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે. જોકે, પીડિત યુવકોના પરિવારજનો આક્ષેપ છે કે, ડોક્ટર્સ પીડિતોને જબરજસ્તીથી રજા આપે છે. આ અંગે દલિત અત્યાચાર લડત સમિતિએ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં હોબાળો મચાવ્યો હતો. આગામી ચાર ઓગસ્ટે બસપાના સમુપ્રિમો માયાવતી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પીડિતોની મુલાકાત લેશે.

ઉલ્લેખનીય છે કે, બુધવારે સાંજે 7.00 વાગ્યાની આસપાસ સિવિલ હોસ્પિટલમાં ચારેય દર્દીને તપાસીને હોસ્પિટલનાં ટ્રોમા સેન્ટરમાં દાખલ કરાયા છે. હોસ્પિટલનાં ડોકટરો દ્વારા ચારેય દર્દીને તપાસીને દર્દીનાં એકસ-રે, ઇસીજી, લોહીના રિપોર્ટ કઢાવવા ઉપરાંત ગ્લુકોઝનાં બાટલા ચઢાવવામાં આવ્યાં છે. દાખલ કરાયેલાં ચાર દર્દીઓમાં રમેશ, બેચરભાઇ, વસરામભાઇ અને અશોકભાઇનો સમાવેશ થાય છે. અચાનક જ પીડિત રમેશને ઉલ્ટીઓ થવા લગતાં તેમજ વસરામ સરવૈયાનાં કાનમાં લોહી નીકળતાં તાત્કાલિક 108 ઇમરજન્સીને જાણ કરાઇ હતી. ચારેય દલિત યુવાનની ફરીથી તબિયત બગડી હોય સારવાર માટે એમ્બ્યુલન્સ બોલાવી તાકીદે અમદાવાદની હોસ્પિટલમાં સારવાર હેતુ લવાયા હતા.