દીકરો નાપાસ થતાં પિતાએ કર્યું આવું કામ, તમે સપનામાંય વિચાર્યું નહીં હોય, પરંતુ હકીકત... - Sandesh
  • Home
  • India
  • દીકરો નાપાસ થતાં પિતાએ કર્યું આવું કામ, તમે સપનામાંય વિચાર્યું નહીં હોય, પરંતુ હકીકત…

દીકરો નાપાસ થતાં પિતાએ કર્યું આવું કામ, તમે સપનામાંય વિચાર્યું નહીં હોય, પરંતુ હકીકત…

 | 10:23 pm IST

મધ્ય પ્રદેશના સાગર શહેરમાં 10મા ધોરણમાં નાપાસ થનાર એક વિદ્યાર્થીના પરિવારે ફૂલોનું તેનું સ્વાગત કરીને મીઠાઈ વહેંચી એટલું જ નહીં પરંતુ સરઘસ કાઢીને લોકોને માથું ખંજવાળતા કરી મૂક્યાં હતા. જોકે પરિવારના ખુલાસા બાદ લોકોની જિજ્ઞાસાવૃતિ શાંત પડી હતી. તેમણે દાવો કર્યો કે નાની ઉમરે મળેલી આ નિષ્ફળતાથી છોકરાની નૈતિકતા કચડાવી ન જોઈએ કારણ કે આ તેના જીવનની છેલ્લી પરીક્ષા નથી.

પરિવારના એક સભ્યે કહ્યું કે પરીક્ષાના પરિણામ બાદ અમારો છોકરો કોઈ અવિચારી પગલું ન ભરે તેવું અમે નથી ઈચ્છતા તેનું મનોબળ જળવાઈ રહે તેટલા માટે અમે આવું કર્યું છે. પરીક્ષાના પરિણામ બાદ ચાર વિષયમાં નાપાસ થનાર વિદ્યાર્થીને જ્યારે પિતા ભેટયાં ત્યારે તેને ભારે નવાઈ લાગી હતી. એટલું જ નહીં પરંતુ જ્યારે તેના પિતાએ સ્વજનોને બોલાવીને મીઠાઈ વહેંચી અને સરઘસ કાઢયું ત્યારે તો તેને ડૂબી મરવા જેવું લાગ્યું હતું. શહેરના લોકો પણ સરઘસમાં જોડાયા હતા અને પિતાના હકારાત્મક વલણની પ્રશંસા કરવા લાગ્યા હતા.

પિતા સુરેન્દ્રએ કહ્યું કે હું સમાજને એક સંદેશ આપવા માગતો હતો કે કોઈ એક ક્ષેત્રમાં નિષ્ફળ જવાથી કે નાપાસ થવાથી જિંદગીના બધા રસ્તાઓ પૂરા થઈ જતાં નથી. મારા છોકરાએ જીવનમાં બીજી સારી બાબતો વિચારવી જોઈએ અને કદી પણ હિંમત ન હારવી જોઈએ. પરિવાર મિત્રો તરફથી મળેલા સહકારથી ઉત્સાહિત પુત્રે બીજા માતા-પિતાઓને પણ પોતાના પિતા જેવું કામ કરવાની અપીલ કરી હતી.