કૃતિ ખરબંદા સેટ પર થઇ બેભાન  - Sandesh

કૃતિ ખરબંદા સેટ પર થઇ બેભાન 

 | 3:50 am IST

કૃતિ ખરબંદા ફિલ્મના સેટ પર બેભાન થઇ ગઇ હતી. પરંતુ તેને આ વાતની ચિંતા કરતા વધારે તે હસી પડી હતી, કારણ કે જ્યારે તેને ખબર પડી કે તેનો કો-સ્ટાર પુલકિત તેને ખોળામાં ઊંચકીને હોસ્પિટલ સુધી પહોંચાડી હતી.

કૃતિએ ફિલ્મ “વીરે કી વેડિંગ” ના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે ફિલ્મના શૂટિંગ દરમિયાન તે બેભાન થઇ ગઇ હતી અને જ્યારે તેને ભાન આવ્યું ત્યારે લોેકો કહ્યું કે પુલકિત તેને ફિલ્મી હીરોની સ્ટાઇલમાં તેનો બચાવ કર્યો હતો. જ્યારે પુલકિતનું કહેવું છે કે તે સમયે ખૂબ જ ગરમી હોવાના કારણે તેને હિટ સ્ટોક થઇ ગયો હતો. તેથી હું તેને ખોળમાં ઊઠાવીને હોસ્પિટલ લઇ ગયો હતો. આના પર કૃતિનું કહેવું છે કે તે એક વાર પહેલા પણ બેભાન થઇ હતી પણ તે વખતે આટલો ડ્રામા થયો નહોતો. અને જયારે તેને આ વાતની ખબર પડી ત્યારે તે પાગલની જેમ હસતી હતી. ફિલ્મ વીરે કી વેડિંગમાં પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદા સિવાય જીમ્મી શેરગીલ પણ મહત્ત્વના રોલમાં છે