UNCS Members Decline Support to Pakistan over Kashmir Issue Abrogation
  • Home
  • Featured
  • UNSCમાં ચીન-પાકિસ્તાનને પહેલો તમાચો, કાશ્મીર પર 10માંથી માત્ર 1 જ વોટ મેળવી શક્યા

UNSCમાં ચીન-પાકિસ્તાનને પહેલો તમાચો, કાશ્મીર પર 10માંથી માત્ર 1 જ વોટ મેળવી શક્યા

 | 10:36 am IST

જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ આજે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની બેઠક યોજાઈ હતી. ચીને આ બેઠકની માંગ કરી હતી. આ ઉપરાંત પાકિસ્તાને પણ બે દિવસ પહેલા આ મુદ્દે ઇમરજન્સી બેઠક બોલાવવાની માંગ કરી હતી. ડિપ્લોમેટ્સ મુજબ આ બેઠક બંધ ધારણે થશે. સુરક્ષા પરિષદના હાલના અધ્યક્ષ પોલેન્ડે આ મુદ્દે ચર્ચા કરવા માટે ભારતીય સમયાનુંસાર સવારે 7:30 વાગ્યાનો સમય નક્કી કર્યો હતો.

એવું ભાગ્યે જ બને છે જ્યારે સુરક્ષા પરિષદે કાશ્મીર મુદ્દે ચર્ચા કરી હોય. આ પહેલા તેની પર સુરક્ષા પરિષદની પૂર્ણ બેઠક 1965માં થઈ હતી. આજે થનારી ચર્ચાને સુરક્ષા પરિષદની પૂર્ણ બેઠક માનવામાં નથી આવી રહી. તેને બંધ બારણે થનારી બેઠક કહેવામાં આવી રહી છે જે હવે ઘણી સામાન્ય થતી જઈ રહી છે.

આજે યોજાયેલી આ બેઠકમાં સ્થાયી સભ્ય દેશોમાં ચીનને બાદ કરતા બાકીના તમામ દેશ ફ્રાંસ, રશિયા, અમેરિકા અન્ને બ્રિટને પાકિસ્તાનને જાકારો આપ્યો છે. તેમનું સ્પષ્ટ કહેવું છે કે, કાશ્મીર મુદ્દો ભારત અને પાકિસ્તાનની આંતરીક બાબત છે, માટે તેને બંને દેશોએ સાથે મળીને જ ઉકેલવો જોઈએ. કોઈ ત્રીજા પક્ષે તેમાં હસ્તક્ષેપ કરવાની જરૂર નથી.

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં કુલ 15 સભ્યો છે. જેમાં 5 સ્થાયી અને 10 અસ્થાઈ છે. અસ્થાઈએ દેશોનો કાર્યકાળ માત્ર થોડા વર્ષો જ હોય છે જ્યારે સ્થાયી દેશો હંમેશા યથાવત રહે છે. સ્થાયી સભ્યોમાં અમેરિકા, રશિયા, બ્રિટન, ફ્રાંસ અને રશિયા શામેલ છે. જ્યારે અસ્થાઈ દેશોમાં બેલ્જિયમ, કોટ ડીવોએર, ડોમિનિક રિપબ્લિક,, ઈક્વેટોરિયલ ગુએની, જર્મનીએ, ઈન્ડોનેશિયા, કુવૈત, પેરૂ, પોલેન્ડ અને સાઉથ આફ્રિકા છે.

અસ્થાયી સભ્ય દેશોએ પણ ચીનને મારી લપડાક

કુલ 10 અસ્થાયી દેશોમાં એકમાત્ર પોલેન્ડ જ એક એવુ રાષ્ટ્ર છે જેને પાકિસ્તાનનો પક્ષ લીધો હતો. જો એ પણ તેની રાજનૈતિક મજબુરી છે. તે ભારત અને પાકિસ્તાન વચ્ચેના આ વિવાદમાં હંમેશા અળગુ જ રહ્યું છે પરંતુ પોલેન્ડ હાલ UNSCનું રોટેટિંગ પ્રેસિડેંટ છે, માટે તેને પાકિસ્તાન સાથે બેસવુ એજ એકમાત્ર વિકલ્પ છે. પરંતુ તેનો એ અર્થ બિલકુલ પણ નથી કે કાશ્મીર મુદ્દે પોલેન્ડ પાકિસ્તાનની પડખે છે. તે કોઈ રાષ્ટ્ર સાથે નથી પરંતુ અસ્થાયી દેશો તરફથી બેઠકની યજમાની કરી રહ્યો છે.

પોલેન્ડને બાદ કરતા બેલ્જિયમ, કોટ ડીવોએર, ડોમિનિક રિપબ્લિક,, ઈક્વેટોરિયલ ગુએની, જર્મનીએ, ઈન્ડોનેશિયા, કુવૈત, પેરૂ, પોલેન્ડ અને સાઉથ આફ્રિકા પાકિસ્તાનને નકારી દીધો છે. આ દેશોમાં પાકિસ્તાનને નજીવું પણ સમર્થન મળવાનું નથી.

ચીનની માંગ પર બેઠક

બેઠક બોલાવવાનો અનુરોધ હાલમાં કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું હતું કે, ચીને સુરક્ષા પરિષદની કાર્યસૂચિમાં સામેલ ‘ભારત-પાકિસ્તાન સવાલ’ પર બંધ બારણે ચર્ચાની માંગ કરી છે. આ માંગ પાકિસ્તાન તરફથી સુરક્ષા પરિષદના અધ્યક્ષને લખેલા પત્રના સંદર્ભમાં કરવામાં આવી છે.

આ વીડિયો પણ જુઓ

પીડિતાએ ગૌરવ દહિયા સામે ત્વરિત પગલાં લેવા માંગ કરી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન