VIDEO: અન્ડર-19 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનું મુંબઈમાં ભવ્ય સ્વાગત - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • VIDEO: અન્ડર-19 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનું મુંબઈમાં ભવ્ય સ્વાગત

VIDEO: અન્ડર-19 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનું મુંબઈમાં ભવ્ય સ્વાગત

 | 4:25 pm IST

 

ન્યૂઝિલેન્ડમાં રમાયેલા અન્ડર-19 વર્લ્ડ કપ ચેમ્પિયન ભારતીય ટીમનું મુંબઈમાં આજે આગમન થયું છે. એરપોર્ટ ખાતે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું.

ભારતની અન્ડર-19 વર્લ્ડ કપ ટીમને ખુબ અસાધારણ સફળતા સાંપડી હતી. આ ટીમે ચોથીવાર અન્ડર-19 વર્લ્ડ કપ જીત્યો છે.

ભારતની ટીમના કેપ્ટન પૃથ્વી શો હતા. તેમની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમને આ સફળતા સાંપડી છે. ફાઈનલમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને જોરદાર પરાજ્ય આપ્યો હતો. આ મેચ ભારતે આઠ વિકેટની જંગી સરસાઈ સાથે જીતી હતી.

ટીમમાં મનજોત કાલરા મેન ઓફ ધ મેચ હતાં. જ્યારે શુભમન ગિલ મેન ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર થયા હતાં.