આરટીઈ હેઠળ હવે મેપ નહીં પણ વોર્ડના આધારે જ પ્રવેશ ફાળવાશે - Sandesh
NIFTY 10,545.50 +44.60  |  SENSEX 34,297.47 +141.52  |  USD 63.9100 -0.18
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • આરટીઈ હેઠળ હવે મેપ નહીં પણ વોર્ડના આધારે જ પ્રવેશ ફાળવાશે

આરટીઈ હેઠળ હવે મેપ નહીં પણ વોર્ડના આધારે જ પ્રવેશ ફાળવાશે

 | 3:41 am IST

અમદાવાદ, તા.૯

રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત હાથ ધરાતી પ્રવેશ પ્રક્રિયામાં આ વખતે થોડા ફેરફાર કરવામાં આવ્યા હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. ગત વર્ષે મેપ આધારે સ્કૂલોની ફાળવણી કરવામાં આવી હતી પરંતુ આ વખતે વૉર્ડ આધારે પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવશે. જેમાં ઓનલાઈન ફોર્મ ભરતી વખતે પ્રથમ વૉર્ડનું નામ લખવાનું રહેશે જેમાં જે-તે વૉર્ડની સ્કૂલોનું લીસ્ટ ખુલશે અને તેમાંથી સ્કૂલ પસંદ કરી શકાશે. આ સિવાય રહેણાકથી નજીક કોઈ સ્કૂલ હોય પણ તે અન્ય વૉર્ડમાં આવતી હોય તો તેના માટે પણ બીજા વૉર્ડમાં જવા માટેનું અલગથી ઓપ્શન આપવામાં આવેલુ હશે. જેથી અન્ય વૉર્ડની સ્કૂલનુ લીસ્ટ પણ ખોલી શકાશે. આમ આ પ્રકારે દુરના વિસ્તારની સ્કૂલ મળવાના પ્રશ્નનું નિરાકરણ લાવી શકાશે તેવુ આરટીઈ પ્રવેશ પ્રક્રિયા સાથે જોડાયેલ એક અધિકારીએ જણાવ્યુ હતુ.

ગત વર્ષે સૌ પ્રથમવાર આરટીઈ હેઠળની પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈન હાથ ધરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓના ઓનલાઈન ફોર્મ ભરાયા બાદ સ્કૂલ ફાળવણી રહેણાકના સરના આધારે મેપથી કરવામાં આવી હતી.

જેમાં વિદ્યાર્થીઓની રહેણાકથી ૧૦થી લઈને ૨૫ કિ.મી દૂરની સ્કૂલો ફાળવી દેવાઈ હતી. આ વખતે આરટીઈ પ્રવેશ પ્રક્રિયામાં સ્કૂલ ફાળવણી મેપ આધારે નહી પણ વૉર્ડ આધારે કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ઓનલાઈન ફોર્મ ભરતી વખતે પ્રથમ વૉર્ડનું નામ લખવાનું રહેશે અને તેના આધારે જ સ્કૂલોનુ લીસ્ટ ખુલશે. અને તે પ્રમાણે જ સ્કૂલ પસંદ કરી શકાશે.

;