Under the threat of West Indies follow-on
  • Home
  • Sports
  • Cricket
  • શ્રીલંકાનો પ્રથમ દાવ 386માં સમેટાયો, વેસ્ટ ઇન્ડિઝ ફોલોઓનના સંકટ હેઠળ

શ્રીલંકાનો પ્રથમ દાવ 386માં સમેટાયો, વેસ્ટ ઇન્ડિઝ ફોલોઓનના સંકટ હેઠળ

 | 7:28 am IST
  • Share

  •  પ્રથમ ટેસ્ટ:  વિન્ડીઝ પ્રથમ દાવમાં 6/113

  • 12 કલાકમાં બીજો બેટ્સમેન હિટવિકેટ

  •  12 કલાકમાં હિટવિકેટ થનાર તે બીજો ખેલાડી 

 

સુકાની દિમુથ કરુણારત્નેની શાનદાર સદી બાદ જયવિક્રમા અને રમેશ મેન્ડિસે સંયુક્ત રીતે પાંચ વિકેટ ઝડપતા શ્રાીલંકાએ અહીં રમાતી પ્રથમ ટેસ્ટના બીજા દિવસે પ્રવાસી વેસ્ટ ઇન્ડિઝને ફોલોઓનના સંકટ હેઠળ લાવી દીધી હતી. શ્રાીલંકાનો પ્રથમ દાવ 386 રનના સ્કોરે સમેટાયો હતો. જેના જવાબમાં વિન્ડીઝે બીજા દિવસના અંતે પ્રથમ દાવમાં છ વિકેટે 113 રન બનાવ્યા હતા. વિન્ડીઝને ફોલોઓનનું સંકટ ખાળવા માટે હજુ 74 રનની જરૂર છે અને તેની ચાર વિકેટ બાકી છે. સ્ટમ્પના સમયે કેયલ મેયર્સ 22 તથા જેસન હોલ્ડર એક રન બનાવીને રમી રહ્યા હતા. વિન્ડીઝે 20 રનના ગાળામાં ચાર વિકેટ ગુમાવી હતી. બ્રાથવેઇટે 115 બોલમાં 41 તથા જેરમીન બ્લેકવૂડે 20 રન બનાવ્યા હતા. શ્રીલંકા માટે જયવિક્રમાએ 25 રનમાં બે તથા મેન્ડિસે 23 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી.

12 કલાકમાં બીજો બેટ્સમેન હિટવિકેટ

શ્રીલંકન બેટ્સમેન ધનંજય ડી સિલ્વા સ્ટમ્પ ઉપર જતા બોલને રોકવામાં હિટવિકેટ થયો હતો. છેલ્લા 12 કલાકમાં હિટવિકેટ થનાર તે બીજો ખેલાડી છે. આ પહેલાં ભારતનો હર્ષલ પટેલ ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી ટી20માં હિટવિકેટ થયો હતો.  

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો