અંડરઆર્મ્સની ત્વચાને નરમ બનાવવા શું કરું ? - Sandesh
  • Home
  • Supplements
  • Nari
  • અંડરઆર્મ્સની ત્વચાને નરમ બનાવવા શું કરું ?

અંડરઆર્મ્સની ત્વચાને નરમ બનાવવા શું કરું ?

 | 12:20 am IST

બ્યુટી ક્વેરીઃ ખ્યાતિ દેસાઈ

પ્રશ્ન : મારી ઉંમર ૨૮ વર્ષની છે, મારા લગ્ન થયે, પાંચ વર્ષ થઇ ગયા છે. હવે મારા હાથ-પગ પહેલાં જેવા નરમ રહ્યાં નથી હું મેનીકિયોર -પેડિક્યોર પણ કરાવું છું, પરંતુ કોઇ ઘરગથ્થુ ઉપચાર દ્વારા હાથ-પગ કોમળ અને સુંદર બને તેવો ઉપાય જણાવો.

જવાબ : અડધો કપ વિનેગર અને અડધો કપ દહીં લો, આ બંનેને મિક્સ કરો. આ મિશ્રણને તમારા હાથ-પગ પર લગાવો અને તેની ૫થી ૧૦ સુધી માલિશ કરો. માલિશ કર્યા બાદ તેને સાફ ઠંડા પાણીથી ધોઇ લો. આ મિશ્રણ ખાસ કરીને કાળાશ વાળા ભાગે વધારે લગાવવું. આ મિશ્રણનો પ્રયોગ તમે અઠવાડિયામાં બેથી ત્રણ વખત કરી શકો છો. તેનાથી તમારા હાથ સુંદર, નરમ અને આકર્ષક બનશે.

પ્રશ્ન : મારી પાસે મેકઅપ બોક્સ છે, અને તેમાં આઇબ્રો બ્રશ અને આઇલેશ કોમ્બ પણ છે. પરંતુ મને ખબર નથી કે તેનો ઉપયોગ કેવી રીતે કરવો, તો મને તેના વિશે માહિતી આપો.

જવાબ : આ ટુ-ઇન વન બ્રશ તમારા વેનિટી કેસમાં એટલે કે મેકઅપ બોક્સમાં હોવું જ જોઇએ. આ બ્રશની મદદથી આઇબ્રો તમે સજાવી શકો છો, તથા આઇલેશ કોમ્બની મદદથી ચોંટી ગયેલી પાંપણોને છૂટી પાડવામાં મદદ કરશે.

પ્રશ્ન : મારી ઉંમર ૨૫ વર્ષ છે, પહેલા અંડર આર્મસના હેર રિમૂવ કરવા માટે ક્રીમનો ઉપયોગ કરતી હતી, ત્યાર બાદ હું રેઝરનો ઉપયોગ કરતી હતી, તેના કારણે મારી સ્કિન કઠણ થઇ ગઇ છે. હવે તો હું વેક્સ કરાવું છું પણ તે ત્વચાને નરમ બનાવવા હું શું કરું ? કોઇ યોગ્ય ઉપાય જણાવો.

જવાબ : અંડર આર્મસને સોફ્ટ બનાવવા માટે બે ચમચી બેસન લો. તેમાં જરૂર મુજબ કાચું દૂધ મિક્સ કરો. આ મિશ્રણમાં એક ચપટી હળદર મિક્સ કરીને આ પેસ્ટને અંડર આર્મસમાં લગાવો. ૧૦ મિનિટ બાદ અંડર આર્મસને હુંફાળા પાણીથી ધોઇ લો. તમને તે ત્વચા પહેલા કરતાં નરમ લાગશે.