Understand The Citizenship Bill In 10 Points
  • Home
  • Featured
  • નાગરિકતા સંશોધન બિલ પર શું કરવા જઇ રહી છે સરકાર? આ 10 પૉઇન્ટમાં ચિત્ર થઈ જશે સ્પષ્ટ

નાગરિકતા સંશોધન બિલ પર શું કરવા જઇ રહી છે સરકાર? આ 10 પૉઇન્ટમાં ચિત્ર થઈ જશે સ્પષ્ટ

 | 10:10 pm IST

કલમ 370, NRC બાદ હવે મોદી સરકાર એક મોટો દાવ ચલાવી રહી છે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે સોમવારનાં લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ રજૂ કર્યું. આ બિલ અંતર્ગત દેશમાં આવેલા શરણાર્થીઓને મળનારી નાગરિકતાને લઇને નિયમ સંપૂર્ણ રીતે બદલવામાં આવશે. કેન્દ્ર સરકારનાં આ કાયદાનો વિરોધ પક્ષ વિરોધ કરી રહ્યું છે અને ભારતનાં મૂળ નિયમોની વિરુદ્ધનું ગણાવી રહ્યું છે. આ બિલમાં શું વિવાદાસ્પદ છે, પહેલા શું હતુ અને હવે શું થવા જઇ રહ્યું છે. જાણો બિલ સાથે જોડાયેલી આ 10 વાતો.

1. મોદી સરકાર જે નવું બિલ લાવી રહી છે, તેને સિટિઝન અમેડમેન્ટ બિલ 2019નું નામ આપવામાં આવ્યું છે. આ બિલનાં આવવાથી સિટિઝન એક્ટ, 1955માં બદલાવ થશે.

2. મોદી સરકારનાં બિલ અંતર્ગત અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી આવનારા હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ઈસાઈ શરણાર્થીઓને ભારતની નાગરિકતા આપવાની વાત કહેવામાં આવી છે.

3. આ સાથે જ આ તમામ શરણાર્થીઓને ભારતમાં ગેરકાયદેસરનાં નાગરિક નહીં માનવામાં આવે. અત્યારનાં કાયદા અંતર્ગત ભારતમાં ગેરકાયદેસર રીતે આવેલા લોકોને તેમના દેશમાં પરત મોકલવા અથવા પછી ધરપકડ કરવાની વાત છે.

4. આ તમામ શરણાર્થીઓએ ભારતમાં હવે નાગરિકતા મેળવવા માટે ઓછામાં ઓછા 6 વર્ષ સમય વીતાવવો પડશે. આ પહેલા 11 વર્ષનો સમય હતો.

5. અરૂણચાલ પ્રદેશ, નાગાલેન્ડ અને મિઝોરમનાં ઇનર લાઇન પરમિટ એરિયાને આ બિલથી બહાર રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત આ બિલ નૉર્થ ઈસ્ટનાં છઠ્ઠા શેડ્યૂલનો પણ બચાવ કરે છે.

6. નવા કાયદા પ્રમાણે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી આવેલા કોઈપણ હિંદુ, જૈન, શીખ, બૌદ્ધ, ઈસાઈ નાગરિક જે 31 ડિસેમ્બર, 2014થી પહેલા ભારતમાં આવેલા હશે તેમને ગેરકાયદેસર નાગરિક નહીં માનવામાં આવે.

7. આમાંથી જે પણ નાગરિક OCI હૉલ્ડર છે, જો તેણે કાઇપણ કાયદાનું ઉલ્લંઘન કર્યું છે તો તેને એકવાર તેની વાત રાખવાની તક મળશે.

8. આ બિલનો વિપક્ષી પાર્ટીઓ વિરોધ કરી રહી છે અને ભારતનાં સંવિધાનનું ઉલ્લંઘન ગણાવી રહી છે. વિપક્ષનું કહેવું છે કે કેન્દ્ર સરકાર જે બિલ લાવી રહી છે તે દેશમાં ધર્મનાં આધારે ભાગલા પાડશે જે સમાનતાનાં અધિકારની વિરુદ્ધ છે.

9. પૂર્વોત્તરમાં આ બિલનો સૌથી વધારે વિરોધ થઈ રહ્યો છે. પૂર્વોત્તરનાં લોકોનું માનવું છે કે બાંગ્લાદેશથી મોટાભાગનાં હિંદુ આવીને અસમ, અરૂણાચલ, મણિપુર જેવા રાજ્યોમાં વસે છે આવામાં આ પૂર્વોત્તરનાં રાજ્યો માટે ઠીક નહીં રહે. પૂર્વોત્તરમાં અનેક વિદ્યાર્થી સંગઠન અને રાજકીય દળ આના વિરોધમાં છે.

10. એનડીએમાં ભારતીય જનતા પાર્ટીની સાથી અસમ ગણ પરિષદે પણ આ બિલનો વિરોધ કર્યો છે. બિલનાં લોકસભામાં આવવા પર તે ગઠબંધનથી અલગ થઈ ગઈ હતી. જો કે કાર્યાલય ખત્મ થવા પર જ્યારે બિલ ખત્મ થયું તો તે પાછી પણ આવી.

આ વિડીયો પણ જુઓ: ભાજપના શાસનમાં કમિશનર વધારે સત્તામાં છે – ખેડાવાલા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન