ભેટમાં મળે આ 8 વસ્તુઓ તો સમજવું કે આપનાર તમારુ સારું નથી ઇચ્છતો - Sandesh
  • Home
  • Astrology
  • ભેટમાં મળે આ 8 વસ્તુઓ તો સમજવું કે આપનાર તમારુ સારું નથી ઇચ્છતો

ભેટમાં મળે આ 8 વસ્તુઓ તો સમજવું કે આપનાર તમારુ સારું નથી ઇચ્છતો

 | 5:48 pm IST

ભેટ આપવી કે લેવી તે તો જીવનનો એક ભાગ છે. ભેટ મેળવનાર દરેક વ્યક્તિ ખુશ થાય છે. પરંતુ આપનારની દાનત કેવી છે તે જાણવું પણ જરૂરી છે કારણ કે જો આપનારની દાનત ખરાબ હોય તો ભેટમાં તમને એવી પણ કંઈક વસ્તુ આપી શકે છે જેથી તમારી ખુશીઓને ગ્રહણ લગી શકે છે. માટે જ્યારે પણ કોઇ ભેટમાં આ 8 વસ્તુઓમાંથી ભેટ આપવા આવે તો સમજવું કે તે તમારું શુભ નથી ઇચ્છતો અને તેની ભેટને ઘર રાખવી નહી.

હિંસક પ્રાણીઓ જેમકે વાઘ, ચિત્તાના ચિત્ર અથવા મૂર્તિને ભેટમાં લેવું.

ડૂબતા જહાજની મૂર્તિ ભેટમાં મળવી અને તેને ઘરમાં રાખવાથી અશુભ થાય છે. તેનાથી આર્થિક નુકસાની પણ થાય છે.

ચપ્પુ કોઇને ભેટમાં ન આપવું અને જો ક્યાકથી મળે તો તેને ઘરમાં રાખવું નહી. એટલે કે ભેટમાં ચપ્પાનું આપવું કે લેવું તેનાથી પરિવારમાં કંકાશ થઇ શકે છે.

કાળા વસ્ત્રો ક્યારેય પણ કોઇને ભેટમાં આપવા નહી. જો કોઇ તમને કાળા વસ્ત્રો ભેટમાં આપે છે તો તે અપશુકન છે. તે કષ્ટ અને દુખ આપનાર માનવામાં આવે છે. તેને મૃત્યુ કારક પણ ગણવામાં આવે છે. એ જ કારણે લગ્નના એક વર્ષસુધી કાળા વસ્ત્રો પહેરવા અશુભ માનવામાં આવે છે.

પગરખાને ભેટમાં આપવા તે વિખુટા પડવાનું પ્રતીક માનવામાં આવે છે. પ્રેમિયોએ તો ક્યારેય પણ એક બીજાને પગરખા ભેટમાં આપવા જોઇએ નહી. નહી તો બન્નેના માર્ગ જુદા થઇ જશે.

રૂમાલ ભેટમાં આપવો દુખકારક માનવામાં આવે છે. આનાથી જીવનમાં મુશ્કેલીઓ આવે છે.

ઘણા બધા લોકો ઘડીયાલ ભેટમાં આપે છે જોકે ઘડીયાલ ભેટમાં આપવાથી જીવનમાં પ્રગતિને રોકવાનું કારણ માનવામાં આવે છે.