UNHRC: India asks Pakistan to forget J&K and look within
  • Home
  • Featured
  • ભારતે પાકિસ્તાનને દુનિયા સામે ખુલ્લું કરી દીધું- પહેલાં તમારું જુઓ, મનઘડત વાર્તાઓથી કાશ્મીરનું સત્ય…

ભારતે પાકિસ્તાનને દુનિયા સામે ખુલ્લું કરી દીધું- પહેલાં તમારું જુઓ, મનઘડત વાર્તાઓથી કાશ્મીરનું સત્ય…

 | 9:05 am IST

કાશ્મીરને લઇ સંયુકત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHCR)ની જીનેવા બેઠકમાં પાકિસ્તાનની તરફથી લગાવામાં આવેલા આરોપોને ભારતે જોરદાર અંદાજમાં જવાબ આપ્યો છે. UNHCRમાં ભારતના સેકન્ડ સેક્રેટરી કુમામ મિની દેવીએ પાકિસ્તાન પર વળતો પ્રહાર કરતાં કહ્યું કે આરોપો લગાવતા પહેલાં પાકિસ્તાન પોતાના એ મામલાઓને જુએ જયાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર, ખૈબર પખ્તુનખ્વા, બલુચિસ્તાન, અને સિંધમાં હત્યાની ઘટનાઓ સતત વધી રહી છે. આશ્ચર્યની વાત એ જરાય નથી કે પાકિસ્તાન તથ્યો અને જુઠ્ઠા નિવેદનોના આધાર પર ખોટી વ્યાખ્યાઓ કરે છે.

UNHCRના 42મા સત્રમાં કુમામ મિની દેવીએ જોરદાર અંદાજમાં જવાબ આપતા કહ્યું કે પાકિસ્તાન તથ્યો અને જુઠ્ઠા નિવેદનોના આધાર પર ખોટી વ્યાખ્યા કરે છે. અમે પાકિસ્તાનને તેમના ત્યાં ગાયબ થઇ રહેલા લોકો અને વધતી હત્યાઓના મામલાઓને જોવાની સલાહ આપીશું જેમની સંખ્યા લાખોમાં છે, ખાસ કરીને પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીર, ખૈબર પખ્તૂનખ્વા, બલુચિસ્તાન, અને સિંધને લઇ.

તેમણે આગળ કહ્યું કે અમે પાકિસ્તાનને એ પણ સલાહ આપીશું કે તેઓ એ વાતનો સ્વીકાર કરી લે કે કલમ 370 ભારતનો આંતરિક મામલો છે. પાકિસ્તાનની તરફથી સતત કરવામાં આવી રહેલા જુઠ્ઠાણા અને મનઘડત નિવેદનોથી આ તથ્ય બદલાવાનું નથી. કુમામ મિની દેવીએ કહ્યું કે ઇતિહાસ સાક્ષી રહ્યું છે કે જમ્મુ-કાશ્મીરના લોકો ભારતીય નાગરિક તરીકે લોકતંત્રમાં હંમેશા વિશ્વાસ દખાડ્યો તથા નિષ્પક્ષ અને સ્વતંત્ર તરીકે થતાં ચૂંટણીમાં દાયકાઓથી ભાગ લીધો.

આની પહેલાં પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ મંગળવારના રોજ સંયુકત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHCR)ની બેઠકમાં ભારત પર ગંભીર આરોપ લગાવતા કહ્યું હતું કે દાયકાઓથી ભારતીય દમનના શિકાર અંદાજે 80 લાખ કાશ્મીરી ભારતીય સેનાના ગેર-કાયદા કબ્જાના લીધે છેલ્લાં છ સપ્તાહથી સંપૂર્ણપણે કેદમાં રહેવા મજબૂર છે. પાકિસ્તાનના વિદેશ મંત્રીના મતે ઘાટીમાં છેલ્લાં કેટલાંક દિવસથી ભારતીય સેનાની સંખ્યા સાત લાખથી વધારીને અંદાજે 10 લાખ કરી દેવાઇ.

પાકિસ્તાની વિદેશ મંત્રીએ બેઠકમાં કહ્યું કે ભારત પોતાને લોકતંત્ર, સંઘવાદ અને ધર્મ-નિરપેક્ષતાનો ગઢ હોવાનો દાવો કરે છે પરંતુ તેઓ જે કાશ્મીરમાં કરી રહ્યા છે ત્યાં તેનો અસલી ચહેરો છે. જો કે UNHCRની બેઠકમાં પાકિસ્તાની વિદેશ મંત્રીના આરોપોનો જવાબ આપતા ભારતીય વિદેશ મંત્રાલયના સચિવ (પૂર્વ) વિજય ઠાકુર સિંહે કહ્યું કે ભારતે કાશ્મીરને લઇ જે નિર્ણય કર્યો છે તે સંસદમાં ચર્ચા બાદ લાગૂ થયો છે.

તેમણે કહ્યું કે પાકિસ્તાન જુઠ્ઠાણાની કમેન્ટ્રી કરી રહ્યું છે. જ્યારે જમ્મુ-કાશ્મીરમાં ધીમે-ધીમે સ્થિતિ સામાન્ય થઇ રહી છે. અમારી સરકાર સામાજિક તથા આર્થિક સમાનતા અને ન્યાય માટે પ્રગતિશીલ નીતિઓ અપનાવીને સકારાત્મક પગલાં ભરી રહ્યું છે.

પાકિસ્તાનને વૈશ્વિક આતંકવાદનું કેન્દ્ર ગણાવતા વિજય ઠાકુર સિંહે કહ્યું કે પાકિસ્તાન જેટલા આરોપો લગાવી રહ્યું છે તે બેબુનિયાદ અને જુઠ્ઠાણા પર આધારિત છે. કાશ્મીરમાં જે પ્રતિબંધો મૂકાયા છે તે સુરક્ષાને ધ્યાનમાં રાખતા લાગૂ કરાયા છે.

આ વીડિયો પણ જુઓ – ભરૂચના ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા ભયજનક સપાટીએ પહોંચી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન