Unidentified And Mistrious Sound Heard In Bangalore
  • Home
  • Featured
  • બેંગલુરૂનો 23 કિમીનો વિસ્તાર રહસ્યમય અવાજથી ગૂંજી ઉઠ્યો, તત્કાળ વાયુસેનાને અપાઈ સૂચના

બેંગલુરૂનો 23 કિમીનો વિસ્તાર રહસ્યમય અવાજથી ગૂંજી ઉઠ્યો, તત્કાળ વાયુસેનાને અપાઈ સૂચના

 | 5:24 pm IST

દેશમાં અત્યારે કોરોના વાયરસનું મહાસંકટ છે અને પૂર્વ રાજ્યો પર અમ્ફાન તોફાનનો ખતરો મંડરાઈ રહ્યો છે. આ દરમિયાન કર્ણાટકનાં બેંગલુરૂથી એક ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે. બુધવાર બપોરનાં બેંગલુરૂમાં એક અજીબ અવાજ સંભળાયો. ત્યારબાદ અટકળોનું બજાર ગરમ થયું અને અધિકારીઓ ચોંકી ગયા છે.

લગભગ 5 સેકેન્ડ સુધી આ અવાજ સંભળાતો રહ્યો

બુધવાર બપોરનાં બેંગલુરૂમાં લોકોએ એક મોટો અવાજ સાંભળ્યો. લોકોનું કહેવું છે કે આ અવાજ એવો હતો જાણો કોઈ જોરદાર ભૂકંપ આવ્યો હોય અથવા પછી ઝાટકા લાગ્યા હોય. લોકોનાં પ્રમાણે લગભગ 5 સેકેન્ડ સુધી આ અવાજ સંભળાતો રહ્યો. કર્ણાટક સ્ટેટ ડિઝાસ્ટર મૉનિટરિંગ સેન્ટર તરફથી નિવેદન આપવામાં આવ્યું છે કે આ કોઈ ભૂકંપનો અવાજ નથી. જમીનમાં કોઇપણ પ્રકારનું કંપન જોવા નથી મળી રહ્યું, પરંતુ જે અવાજ હતો તે બિલકુલ અલગ હતો.

લગભગ 21 કિમી સુધી સંભળાયો અવાજ

બેંગલુરૂનાં વ્હાઇટફીલ્ડ વિસ્તારમાં જ્યાં પર આ અવાજ સંભળાયો ત્યાં હવે અધિકારી એક્ટિવ થયા છે. વાયુસેના, એચએએલની કંપનીને સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને તેમના જવાબની રાહ જોવામાં આવી રહી છે. બેંગલુરૂ પોલીસ કમિશ્નર ભાસ્કર રાવનું કહેવું છે કે એક કલાક પહેલા આ અવાજ આવ્યો હતો. કોઈને ખબર નથી પડી રહી કે આ અવાજ ક્યાંથી આવ્યો છે, પરંતુ કોઈપણ પ્રકારનાં નુકસાનનો રિપોર્ટ કરવામાં નથી કરવામાં આવ્યો. આ અવાજ લગભગ 21 કિમી સુધી સંભળાયો.

લોકો કરી રહ્યા છે ટ્વીટ પર ટ્વીટ

ઉલ્લેખનીય છે કે જ્યાં આ અવાજ આવ્યો છે તે ઈસ્ટ બેંગલુરૂનો વિસ્તાર છે. આ એરપોર્ટથી થઈને કલ્યાણ નગર, એમજી રોડ, વ્હાઇટફીલ્ડની આસપાસનું ક્ષેત્ર છે. આ વિસ્તારમાં હવે આસપાસ તમામ ક્ષેત્રને જોવામાં આવી રહ્યું છે, પરંતુ કોઈપણ પ્રકારનું કોઈ નુકસાન નથી જોવા મળી રહ્યું. સોશિયલ મીડિયા પર લોકો અનેક પ્રકારનાં વિડીયો ટ્વીટ કરી રહ્યા છે.

આ વિડીયો પણ જુઓ: અમદાવાદ- વધુ એક પોલીસકર્મીનું કોરોનાથી મોત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન