બજેટમાં પ્રસ્તાવ, ડિજિટલ ટેક્સની થશે શરૂઆત - Sandesh
NIFTY 10,516.70 -79.70  |  SENSEX 34,616.13 +-232.17  |  USD 68.1200 +0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Budget 2018
  • બજેટમાં પ્રસ્તાવ, ડિજિટલ ટેક્સની થશે શરૂઆત

બજેટમાં પ્રસ્તાવ, ડિજિટલ ટેક્સની થશે શરૂઆત

 | 5:20 pm IST

નાણાં પ્રધાન અરુણ જેટલીએ આ વખતે  બજેટમાં એ વિદેશી ડિજિટલ એન્ટિટિજ કે જે ટેક્સના દાયરામાં લાવવાનો વિચાર રાખવામાં આવ્યો છે જેનો દેશમાં મોટા યૂજર બેસ કે બિઝનેસ હોય. આમછતાં તેનું અસ્તિત્વ અહિં ન હોય. એટલે કે ફેસબુક, ગુગલ કે નેટફ્લિક્સ જેવી કંપનીઓના ભારતમાં લાખો યુજર છે. પણ આ કંપનીઓ વિદેશથી સંચાલિત  થાય છે. જો કે આવી કંપનીઓની ઓફિસો ભારતમાં પણ છે, પણ તેનું ઓપરેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અહિં નથી.

ફેસબુકથી ટેક્સ વસુલવો મુશ્કેલ કામ
બજેટમાં પહેલી વાર એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કેન્દ્ર સરકાર ઈન્કમ ટેક્સ એક્ટ 9માં સંશોધન કરીને એવી વિદેશી ડિજિટલ કંપનીઓ સાથે ટેક્સ વસુલવા તરફ કવાયત કરવામાં આવી રહી છે. સરકારના આ પગલાની માત્ર ગુગલ જ નહિં ફેસબુક અને નેટફ્લિક્સ જેવી મોટી કંપનીઓ પર અસર પડશે. ભારતમાં વેપાર કરતી ઈન્ટરનેટ આધારિત નાની કંપનીઓ પણ તેના દાયરામાં આવશે. ભારત સરકાર પણ આ વાતથી સારી રીતે વાકેફ છે કે આ એટલું આસાન નહિં હોય. અને તેના માટે આર્થિક સહયોગ અને વિકાસ સંગઠન (ઓઈ.સી.ડી)ના આંતરરાષ્ટ્રીય કર માળખાના અંતર્ગત આ કર વસૂલવાનો પ્રસ્તાવ રાખી શકે છે. પણ તે માટે જરૂરી છે કે અમેરિકા વાંધો ન લે. અમેરિકા વિરોધ ન કરે તો પણ તેને પૂર્ણ રીતે લાગૂ કરવામાં ઓછામાં ઓછા ત્રણ વર્ષ લાગી જશે.

આ કરને લાગૂ કરવા ભારતે અમેરિકા સાથે કરેલી કરસંધી અંગે કરવી પડશે ફરીથી વાતચીત
આ માળખું બહું આયામી વ્યવસ્થા(એમએલઆઈ)છે. જેના આધારમાં ક્ષરણ પર રોક લગાવવી અને તેના નફાને અન્ય સ્થળે જતો રોકવા માટે કર સંબંધી  ઉપાય લાગૂ કરવામા ઈરાદાથી અપનાવવામાં આવે છે. જો સરકાર આ પર આગળ વધે તો તેને અલગ અલગ દેશોની સાથે કરેલા દ્વિપક્ષીય સંધિઓમાં સંશોધન કરવાની જરૂર પડશે. વર્ષ 2018-19ના બજેટમાં ભારત ડિજિટલ કંપનીઓના ઉપયોગકર્તાઓની ભારે સંખ્યાવાળો અને મોટો કારોબાર ચલાવનારો એવો પહેલો દેશ બની ગયો છે, જેણે એ કંપનીઓ પર કર વસૂલવાની વાત કહી છે. એ સિવાય આવકવેરા અધિનિયમમાં પણ યોગ્ય બદલાવ કરવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે. પણ બેવડા વેરાથી બચાવની પ્રવર્તમાન સંધિઓ એ  સંશોધન દાયરામાં નહિં આવે. તેથી ફેસબુક, ગુગલ, જેવી  બીજી કંપનીઓથી કર વસૂલવા માટે  ભારતે સંધિમાં બદલાવ કરવો પડશે.

અમેરિકા સાથે સંધિ મુશ્કેલ કાર્ય
અધિકારીઓ અનુસાર અમેરિકાની સાથે સંધિ પર બીજીવાર વાતચીત કરવી બહું જ મુશ્કેલ કામ છે. ગઈ વખતે આશરે  20 વર્ષ સુધી વાતચીત પછી 1989માં સંધિ પર હસ્તાક્ષર થઈ  શક્યા હતા. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે અમેરિકાની સાથે સંધિમાં સંશોધન કરવાનું ત્યાં સુધી મુશ્કેલ છે જ્યાં સુધી તે  ખુદ જ એ જોગવાઈઓને લાગૂ કરવા ન ઈચ્છતું હોય. જો ભારત અમેરિકા સંધિમાં પાંચ વર્ષની અંદર પણ સંશોધન થઈ શકે તો પોતાને ખુશકિસ્મત સમજવામાં આવશે. હાલતુરત અમારા માટે સૌથી મોટો પડકાર એ છે કે પ્રસ્તાવિત જોગવાઈઓ પહેલાથી હોય તેવી સંધિઓ પર લાગુ નહિં થાય.