union cabinet approves bonus equivalent to 78 days wage to eligible non gazetted railway employees
  • Home
  • Business
  • સરકારની મોટી જાહેરાત: તહેવારો પહેલા રેલ્વે કર્મચારીઓને મળશે આ રીતે બોનસ

સરકારની મોટી જાહેરાત: તહેવારો પહેલા રેલ્વે કર્મચારીઓને મળશે આ રીતે બોનસ

 | 6:09 pm IST
  • Share

  • દિવાળીના તહેવાર પહેલા આવ્યા મોટા સમાચાર
  • રેલ્વે કર્મચારીઓને મળશે મોટું બોનસ
  • 78 દિવસના પગાર જેટલું હશે બોનસ

રેલ્વે કર્મચારીઓને માટે દિવાળી પહેલા જ સારા સમાચાર આવ્યા છે. સરકારે તેમના બોનસને લઈને મોટી જાહેરાત કરી છે. રેલ્વેના લગભગ 11.56 લાખ નોન ગેઝેટેડ કર્મચારીઓને 78 દિવસના પગારના જેટલું બોનસ મળશે.

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આપી જાણકારી

આજે કેબિનેટ બેઠકમાં 2 વિભાગને લઈને નિર્ણય લેવાયો. વર્ષોથી પ્રોડક્ટિવિટી લિંક બોનસ રેલ્વેના નોન ગેજેટેડ કર્મચારીઓને મળે છે. 78 દિવસનું બોનસ આ કર્મચારીઓને દિવાળી પહેલા આપવામાં આવશે. તેના માટે કુલ 1985 કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. તેઓએ કહ્યું કે પીએમ મિત્ર યોજના લોન્ચ થશે જે ટેક્સટાઈલ અને ગારમેન્ટના ક્ષેત્રમાં મોટું યોગદાન આપશે. તેનાથી લાખો લોકોને રોજગાર મળશે. તેમાં 5 વર્ષમાં 4445 કરોડ રૂપિયા ખર્ચ થશે. 7 મેગા ઈન્ટીગ્રેટેડ ટેક્સટાઈલ રીજનલ એન્ડ એપરેલ પાર્ક તેની પર તૈયાર કરાશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો