ચીન પાસે રેલવે લાઈન, કેબિનેટે માર્યો થપ્પો, પણ રૂપિયા માટે ડિંગો - Sandesh
NIFTY 10,426.85 +5.45  |  SENSEX 33,856.78 +-61.16  |  USD 64.8900 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • ચીન પાસે રેલવે લાઈન, કેબિનેટે માર્યો થપ્પો, પણ રૂપિયા માટે ડિંગો

ચીન પાસે રેલવે લાઈન, કેબિનેટે માર્યો થપ્પો, પણ રૂપિયા માટે ડિંગો

 | 5:39 pm IST

ચીન સીમા પાસે ભારે મહત્વ ધરાવતી રેલવે લાઈન માટે કેન્દ્રીય કેબિનેટે બે વર્ષ અગાઉ મંજૂરી આપી હતી, પરંતુ આ માટે રૂ. 2.1 લાખ કરોડના ભંડોળની ફાળવણી સરકાર માટે ખુબ જ મુશ્કેલ હોવાનું લાગે છે.

કેબિનેટની સુરક્ષા બાબતોની સમિતિ (સીસીએસ)એ ડિસેમ્બર 2015માં આ પ્રોજેક્ટ અંતર્ગત ચાર પ્રાથમિકતા ધરાવી રેલવે લાઈનના નિર્માણ માટે મંજૂરી આપી હતી. આ માટે હાલમાં રેલવે દ્વારા ફાઈનલ લોકેશન સર્વે (એફએલએસ) હાથ ધરાયું છે. આમાં 378 કિમીની મિસામારી-તેંગા-તબાંગ લાઈન, 498 કિમીની બિલાસપુર-મનાલી-લેહ લાઈન , 227 કિમીની લંબા-પસિઘાટ-તેજુ-રુપાઈ લાઈન અને 249 કિમીની ઉત્તર લખીમપુર-બામે-સિલાપત્થર રેલવે લાઈનનો સમાવેશ થાય છે.

સંરક્ષણ મંત્રાલયે જાન્યુઆરી 2010માં સરહદી વિસ્તારોમાં કુલ 28 રેલવે માર્ગોના નિર્માણ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી
હતી. 14 રેલવે માર્ગ માટે પ્રારંભિક સર્વે થઈ ગયું છે, પરંતુ આ રાષ્ટ્રીય પ્રોજેક્ટ માટે કોઈ જ કામગીરી થઈ નથી.
બોર્ડર ઈન્ફ્રાસ્ટ્રકચરની એમ્પાવર્ડ કમિટી (ઈસીબીઆઈ)ની કેબિનેટ સચિવના વડપણ હેઠળ યોજાયેલી બેઠકમાં આ અંગે ચર્ચા થઈ હતી, પરંતુ કોઈ નક્કર નિર્ણય લેવાયો ન હતો.

સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર રેલવેએ આ લાઈનો માટે પોતાના ભંડોળનો ઉપયોગ કરવાની ના પાડી છે. કારણ કે તે મુસાફરો અથવા નુરની દ્રષ્ટિએ કોઈ પણ રીતે લાભદાયક નથી.