Union Health Ministry Issues SOP For Reopening Of Schools For 9th To 12th From 21 September
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ધોરણ 9 થી 12 માટે 21 સપ્ટેમ્બરથી ખોલી શકાશે શાળાઓ, પણ આ શરતોનું કરવું પડશે પાલન

ધોરણ 9 થી 12 માટે 21 સપ્ટેમ્બરથી ખોલી શકાશે શાળાઓ, પણ આ શરતોનું કરવું પડશે પાલન

 | 9:43 pm IST
  • Share

કોરોના વાયરસની મહામારીના કારણે બંધ કરવામાં આવેલી શાળા-કોલેજો ખોલવાને લઈને કેન્દ્ર સરકારે સ્ટાંડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) જાહેર કરી છે. નવી ગાઈડલાઈન પ્રમાણે 21 સપ્ટેમ્બરથી ધોરણ 9 થી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓ માટે શરતો સાથે શાળા ખોલવાની મંજુરી આપવામાં આવી છે. જોકે વિદ્યાર્થીઓએ શાળાએ જવુ કે નહીં તે તેમના પર નિર્ભર રહેશે.

નવી ગાઈડલાઈન પ્રમાણે શાળામાં વિદ્યાર્થીઓ વચ્ચે ઓછામાં ઓછું 6 ફૂટનું અંતર હોવુ અનિવાર્ય રહેશે. તેવી જ રીતે ફેસ કવર કે માસ્ક લગાવવું પણ ફરજીયાત રહેશે. જ્યારે કંટેનમેન્ટ ઝોનમાં આવેલી શાળાઓને ખોલવાની મંજુરી નહીં આપવામાં આવે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી ધોરણ 9 થી લઈને 12ના વિદ્યાર્થીઓ માટે ફરીથી ખોલવા માટે જાહેર કરવામાં આવેલા SOPમાં કહેવામાં આવ્યું છે કે, ઓનલાઈન/ડિસ્ટેંસ લર્નિંગની મંજુરી યથાવત રહેશે. શાળા વધુમાં વધુ 50 ટકા ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફને ઓલનાઈન ટીચિંગ/ટેલિ-કાઉંસલિંગ અને તેની સાથે જોડાયેલા અન્ય કામો માટે બોલાવી શકે છે. તેવી જ રીતે 9 થી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓ પોતાના શિક્ષકોનું માર્ગદર્શન લેવા શાળાએ  જવા માંગે તો તેની પણ મંજુરી આપવામાં આવી છે. જોકે તેના માટે વિદ્યાર્થીએ પોતાના માતા-પિતા કે અન્ય પરિજનો પાસે લેખિતમાં સહમતિ લેવી જરૂરી રહેશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ પાસે ઓનલાઈન ટીચિંગનો વિકલ્પ પણ યથાવત રહેશે.

જાહેર કરવામાં આવેલા દિશા-નિર્દેશો પ્રમાણે શાળાઓએ ક્લાસથી લઈને લેબમાં વિદ્યાર્થીઓ માટે બેસવાની વ્યવસ્થા એવી રીતે પડશે કે તેમના વચ્ચે ઓછામાં ઓછુ 6 ફુટનું અંતર જળવાઈ રહે. વિદ્યાર્થીઓને ભેગા થવા, એસેમ્બલી હોલ અને રમત-ગમત જેવી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ યથાવત રહેશે, કારણ કે તેનાથી સંક્રમણ ફેલાવવાનું જોખમ છે. તેવી જ રીતે શાળામાં રાજ્ય હેલ્પલાઈન નંબર ઉપરાંત સ્થાનીક સ્વાસ્થ્ય અધિકારીઓના નંબર પણ જાહેર કરવામાં રહેશે જેથી કોઈ ઈમરજન્સીની સ્થિતિમાં તેમની સાથે સંપર્ક કરી શકાય.

કંટેનમેન્ટ ઝોનમાં રહેનારા શિક્ષકો કે કર્મચારીઓને શાળાએ જવાની મંજુરી નથી. જ્યારે જે શાળાઓનો ઉપયોગ ક્વારંટાઈન સેંટર તરીકે થયો હતો તેને પણ ખોલતા પહેલા સારી રીતે સેનેટાઈઝ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત તમામ શાળાઓને હાઈપોસ્લોરાઈડ સોલ્યૂશનથી સેનેટાઈઝ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન