Union Health Secretary wrote a letter to the States and Union Territories
  • Home
  • Corona
  • આ 3 દેશોમાં કોરોનાનો નવો વેરિએન્ટ સામે આવતા જ કેન્દ્ર એલર્ટ

આ 3 દેશોમાં કોરોનાનો નવો વેરિએન્ટ સામે આવતા જ કેન્દ્ર એલર્ટ

 | 10:03 pm IST
  • Share

  • કોરોનાના નવા વેરિએન્ટથી સ્વાસ્થ્ય વિભાગ એક્શનમાં
  • તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશને એલર્ટ રહેવા સૂચના
  • હાલમાં ઘણા દેશોમાં ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ છે

દેશમાં કોરોનાની બીજી લહરેનો કહેર ઘણી હદ સુધી ઘટી ગયો છે, જોકે સંભવિત ત્રીજી લહેરની શક્યતા હજુ પણ છે. વિશ્વના ઘણા દેશોમાં ત્રીજી લહેરનો કહેર શરૂ થઈ ચૂક્યો છે. આ બધાની વચ્ચે દક્ષિણ આફ્રિકા, બોત્સ્વાના અને હોંગકોંગમાંથી કોરોનાના નવા પ્રકારો સામે આવ્યા બાદ કેન્દ્ર સરકાર સતર્ક થઈ ગઈ છે.

કોવિડના નવા વેરિઅન્ટના જોખમને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે રાજ્યોને સતર્ક રહેવા સૂચના આપી છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લખેલા પત્રમાં જણાવ્યું છે કે બોત્સ્વાના (3 કેસ), દક્ષિણ આફ્રિકા (6 કેસ) અને હોંગકોંગ (1 કેસ)માં કોરોનાના નવા વેરિએન્ટ B.1.1529 ની ઓળખ થઈ છે.

મંત્રાલયે કહ્યું છે કે વિદેશથી આવતા લોકોની સઘન તપાસ થવી જોઈએ અને જો કોઈ યાત્રી પોઝિટિવ જણાય તો તેના સેમ્પલને INSACOG જીનોમ સિક્વન્સિંગ લેબોરેટરીમાં મોકલવામાં આવે. આ પહેલા આજે જ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) ના અધિકારીઓએ દક્ષિણ આફ્રિકા, બોત્સ્વાના અને હોંગકોંગમાં કોવિડના નવા પ્રકાર B.1.1529 વિશે ચર્ચા કરી હતી.

તમને જણાવી દઈએ કે દક્ષિણ આફ્રિકાના વૈજ્ઞાનિકોએ તાજેતરમાં કોરોનાના આ B.1.1529 વેરિએન્ટ વિશે જાણકારી મેળવી છે. પ્રાથમિક તપાસના આધારે, કોરોનાના આ પ્રકારને ગંભીર ચિંતાના કારણ તરીકે દર્શાવવામાં આવ્યો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો