Union Home Minister Amit Shah inaugurated a plant at Amul Dairy
  • Home
  • Ahmedabad
  • અમિત શાહે અમૂલ ડેરી ખાતે કરોડો રૂપિયાના પ્લાન્ટનું કર્યું ઉદ્ઘાટન

અમિત શાહે અમૂલ ડેરી ખાતે કરોડો રૂપિયાના પ્લાન્ટનું કર્યું ઉદ્ઘાટન

 | 1:47 pm IST
  • Share

  • નવા બટર પ્લાન્ટમાં રોજનું 40 ટન જેટલું બટર બનશે

  • ડેરીની ક્ષમતા દૈનિક 35 લાખ લિટરથી વધીને 50 લાખ લિટર

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ બે દિવસની ગુજરાત મુલાકાતે છે. ત્યારે આજે અમિત શાહે ગાંધીનગરમાં અમૂલ ફેડરેશનના ભાટ ખાતે અમૂલના નવ નિર્મિત મેગા મિલ્ક પાઉડર પ્લાન્ટ અને પેકેજિંગ ફિલ્મ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે. તથા અમૂલ ડેરીમાં નવા બટર પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમા 85 કરોડના ખર્ચે આ પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટની પણ ખાસીયત એ છે કે આ પ્લાન્ટ દ્વારા રોજનું 40 ટન જેટલું બટર બનાવી શકાશે.

નવા પ્લાન્ટ દ્વારા રોજ 150 મેટ્રિકટન પાવડર બનાવી શકાશે

કેન્દ્રીય સહકાર મંત્રી અને ગૃહમંત્રી અમિત શાહે ભાટ સ્થિત અમુલ ફેડરેશન ડેરીમાં ઉદ્ઘાટન બાદ મુલાકાત પણ લીધી હતી. ડેરીએ વિવિધ ચાર પ્રોજેક્ટમાં 415 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. આ નવો દૂધ પાવડર પ્લાન્ટ એશિયાની સૌથી મોટી સંપૂર્ણ ઓટોમેટિક અમૂલફેડ ડેરી ખાતે સ્થાપવામાં આવ્યો છે, જે GCMMFનું એકમ છે અને તેની મિલ્ક હેન્ડલિંગ ક્ષમતા દૈનિક 50 લાખ લીટરની છે. દૈનિક 150 ટનની ક્ષમતા ધરાવતો નવો અલ્ટ્રા-મોડર્ન મિલ્ક પાવડર પ્લાન્ટ સ્થાપિત કરી ડેરીની ક્ષમતા દૈનિક 35 લાખ લિટરથી વધારીને 50 લાખ લિટર કરવામાં આવી છે. 257 કરોડ ખર્ચે આ નવો પાવડર પ્લાન્ટ બનાવામાં આવ્યો છે. જેમા આ પ્લાન્ટ થકી રોજ 150 મેટ્રિક ટન જેટલો પાવડર બનાવી શકાશે. ગૃહમંત્રી અમિત શાહની સ્થાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કૃષિમંત્રી રાઘવજી પટેલ અને રાજ્ય સહકાર મંત્રી જગદીશ પંચાલે પણ પ્લાન્ટની મુલાકાત લીધી છે.

ગુજરાતના 18 હજાર ગામમાંથી યોગદાન

ઉદ્ઘાટન કાર્યક્રમના સંબોધનમાં અમિત શાહે જણાવ્યું હતુ કે, અમૂલ દેશનું સૌથી મોટુ ઉત્પાદક બન્યુ છે. અમૂલનું ઓનોલાલિસ કરીએ તો, તેના ત્રણ ભાગ છે. દૂધ ઉત્પાદક કરતી મહિલાઓ, જે ગુજરાતના 18 હજાર ગામમાંથી પોતાનું યોગદાન આપે છે. બીજુ દૂધને અલગ અલગ ભાગમાં વહેંચીને તેને પ્રોસેસ કરવું, ત્રીજી પ્રોસેસ તેના માર્કેટિંગમાં છે. આ ત્રણેય અંગોને મજબૂત કરવાનું કાર્ય અહી થાય છે. દેશની જરૂરિયાતમાં કયુ આર્થિક મોડલ ફીટ થશે તે મોટો વિષય છે.

અમૂલ ગુજરાત માટે ગૌરવ છે

દેશના મોડલનું મજબૂત મોડલ સહકાર જ હોઈ શકે છે. પીએમ મોદીએ ભારત સરકારમાં સહકારતાનું માધ્યમ શરૂ કર્યું છે. ખેડૂતો સાથે જોડાયેલ લોકોને તેનો ફાયદો મળી રહ્યો છે. સહકારિતા વિષય 140 વર્ષ જૂનો વિષય છે. સરદાર પટેલ અને ત્રિભોવન દાસે તેની કલ્પના કરી હતી. 21 ગામથી શરૂ થયેલુ દૂધ આંદોલન આજે 36 હજાર ગામ સુધી પહોંચ્યુ છે. દેશને દૂધ પહોંચાડવાનું કામ અમૂલ કરી રહ્યું છે. અમૂલ ગુજરાત માટે ગૌરવ છે.

શાહનું સોમવાર સવાર સુધી અમદાવાદ ખાતે રોકાણ

ઉલ્લેખનિય છે કે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ શનિવારે સાંજે 5 કલાકે વિશેષ વિમાન મારફત અમદાવાદ આવી પહોંચ્યા હતા. તે સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મેયર, ગૃહ રાજ્યમંત્રી સહિતનાઓએ તેમને આવકાર્યા હતા. ભાજપના સૂત્રોના જણાવ્યા મુજબ અમિત શાહનું સોમવાર સવાર સુધી અમદાવાદ ખાતે રોકાણ છે. રવિવારે સવારે 11 કલાકે ભાટ ખાતે અમૂલના નવ નિર્મિત મેગા મિલ્ક પાઉડર પ્લાન્ટ અને પેકેજિંગ ફિલ્મ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે. આ પૂર્વે જજિસ બંગલો ચાર રસ્તા પાસે મધર મિલ્ક પેલેસથી મહેસાણા અર્બન બેંક સુધીના રસ્તાનું અમિત શાહની ઉપસ્થિતિમાં સિમંધર સ્વામી દિગંબર જૈન મંદિર- કાનજી સ્વામી માર્ગ નામાભિધાન કરાશે. અમિત શાહની અમદાવાદ મુલાકાત તેમના પારિવારિક કાર્યક્રમ માટેની છે. તેઓ કેટલાક સામાજિક શુભ પ્રસંગમાં પણ હાજરી આપવા આવ્યા હોવાનું ભાજપના સૂત્રોએ જણાવ્યું હતું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો