Union Home Minister Amit Shah will arrive in Ahmedabad today
  • Home
  • Gujarat
  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રાતે આવશે અમદાવાદ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રાતે આવશે અમદાવાદ

 | 8:39 am IST
  • Share

  • ભાટ પાસેના અમૂલના પ્લાન્ટનું કરશે ઉદ્ઘાટન

  • સામાજિક પ્રસંગમાં પણ આપશે હાજરી

  • રવિવારે સાંજે દિલ્હી પરત ફરશે

કેન્દ્રીય ગુહમંત્રી અમિત શાહ આજે રાતે અમદાવાદની મુલાકાત લેશે. આ મુલાકાતમાં તેઓ ગુજરાતના ભાટ પાસેના અમૂલ ફેડરેશનના મિલ્ક પાઉડર પ્લાન્ટ અને પેકેજિંગ મટિરિયલના પ્લાન્ટનું પણ ઉદ્ધાટન કરશે.

 

રવિવારે એક સામાજિક પ્રસંગમાં પણ આપશે હાજરી

કેન્દ્રીય ગુહમંત્રી અમિત શાહ અમૂલ ફેડરેશનના ઉદ્ધાટન બાદ એક સામાજિક પ્રસંગમાં પણ હાજરી આપશે. આ પછી રવિવારે સાંજે તેઓ નવી દિલ્હી જવા રવાના થશે તેવી માહિતિ સૂત્રો પાસેથી મળી રહી છે.

 

કેન્દ્રીય ગુહમંત્રી અમિત શાહ નહીં કરે આ કામ

મળતી માહિતિ અનુસાર કેન્દ્રીય ગુહમંત્રી અમિત શાહ આ 2 મુલાકાતો સિવાય કોઈ પણ રાજકીય મુલાકાત નહીં કરે. હા, શક્ય છે કે આ મુલાકાતમાં તેઓ તેમના કેટલાક વિશ્વાસુ કાર્યકરોને મળી શકે છે.

 

 

અમદાવાદ આવે ત્યારે શાહ કરે છે આ કામ

જ્યારે પણ કેન્દ્રીય ગુહમંત્રી અમિત શાહ અમદાવાદ આવે છે ત્યારે ખાસ કરીને પરિવાર સાથે વધારે સમય વીતાવવાનું પસંદ કરે છે. એટલું જ નહીં મંત્રીઓને કે સંગઠનના આગેવાનો અને નેતાઓને મળવાનું પણ ટાળે છે.

યૂપીમાં વિધાનસભાની ચૂંટણીની થઈ ચૂકી છે તૈયારીઓ

આગામી ફેબ્રુઆરી- માર્ચમાં ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે તેને જીતાડવા માટે તેઓએ પોતાની તમામમ તાકાત ત્યાં લગાવી છે. તેઓ દિલ્હી ગયા બાદ વધારે સમય બગાડ્યા વિના દિલ્હી પરત જઈને મીટિંગોનો ધમધમાટ શરૂ કરે તેવી શક્યતા છે. આ સાથે અમિત શાહે ગત વિધાનસભાની ચૂંટણી ભાજપને જંગી બહુમતીથી જીતાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો