અમિત શાહ બાદ વધુ એક કેન્દ્રીય મંત્રીને કોરોના પોઝિટિવ, AIIMSમાં કર્યા દાખલ

હાલ આખું દેશ કોરોના મહામારી સામે લડી રહ્યું છે. લોકો સરકાર અને ડોક્ટર દ્વારા જાહેર કરેલ ગાઇડલાઇનનું પાલન પણ કરી રહ્યા છે. પંરતુ તેમ છતાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો સતત વધી રહ્યો છે. દેશની કેટલીક જાણીતી હસ્તીઓ પણ આ વાયરસની ચપેટમાં આવી છે. ત્યારે હવે વધુ એક કેન્દ્રીય મંત્રી કોરોનાની ચપેટમાં આવ્યા છે.
મીડિયા રિપોર્ટ મુજબ શનિવારે કેન્દ્રીયમંત્રી અર્જુન રામ મેઘવાલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેના પછી તેમને એમ્સના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે મેઘવાલ હાલમાં કેન્દ્રીય ભારે ઉદ્યોગ રાજ્ય મંત્રી(Union Minister of State for Heavy Industries) અને સંસદીય બાબતોના મંત્રી છે. તે રાજસ્થાનની બિકાનેર લોકસભા બેઠકના સાંસદ છે. આ પહેલા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, કર્ણાટકના મુખ્ય પ્રધાન બી.એસ. યેદિયુરપ્પા, ઉત્તર પ્રદેશ ભાજપાના અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ અને તમિલનાડુના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત પણ કોરોના સંક્રમિત થયા છે.
દેશમાં કોરોના દર્દીનો આંકડો 20 લાખને પાર:
સ્વતંત્ર દેવ સિંહ તેમના ઘરે ક્વોરેન્ટાઇન છે. જ્યારે અન્ય તમામ નેતાઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આપને ઝણાવી દઈએ કે અત્યાર સુધી દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો 20 લાખને પાર 20,88,611 નજીક પહોંચ્યો છે. જ્યારે મૃત્યુઆંક 42 હજારને પાર 42,518 નજીક પહોંચ્યો છે. સાજા થયેલ દર્દીઓની વાત કરીએ તો અત્યાર સુધી 14 લાખ 27 હજારથી વધુ દર્દી સાજા થયા છે. સંબંધિત મંત્રાલય કહ્યું કે દેશમાં કોરોના દર્દીઓના સાજા થવાના રેટમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ આ 68.32 ટકા નજીક છે.
આ વીડિયો પણ જુઓ: પાકિસ્તાને કચ્છના રણથી 130 કિલોમીટર દૂર આવેલા ભોલારી એરબેઝને અપગ્રેડ કર્યું
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન