I can break one of your legs : Union Minister Babul Supriyo
  • Home
  • Videos
  • Featured Videos
  • કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રીયોની ખુલ્લેઆમ દાદાગીરી, જુઓ Video

કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રીયોની ખુલ્લેઆમ દાદાગીરી, જુઓ Video

 | 10:43 pm IST

કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોની ગુંદાગીરી સામે આવી છે. તેઓ ભરસભામાં એક વ્યક્તિને જાહેરમાં માર મારવાની ધમકી આપતા નજરે પડે છે. પોતાના લોકસભા ક્ષેત્ર આસનસોલમાં દિવ્યાંગોના એક કાર્યક્રમમાં બાબુલ સુપ્રિયો સારૂ કામ કરનારા લોકોને સમ્માનિત કરવાના હતાં. બાબુલ સુપ્રિયો સ્ટેજ પરથી બોલી રહ્યાં હતાં. તે દરમિયાન જ કાર્યક્રમમાં એક વ્યક્તિ સ્ટેની સામેથી વારંવાર એક તરફથી બીજી તરફ આવ જા કરતો હતો. આ જોઈ બાબુલ સુપ્રિયો રીતસરના રાતાપીળા થઈ જાય છે. આવ જા કરતા વ્યક્તિ તરફ ઈશારો કરી કહે છે કે, એ ભાઈ સાહેબ, તમને શું તકલીફ છે? તમે આરામથી બેસો નહીંતર હું તમારો પગ તોડીને વ્હિલચેર ભેટમાં આપી દઈશ. તમે એકબાજુ આવીને ઉભા રહી જાવ. કેન્દ્રીય મંત્રી અને ભાજપના સાંસદની આ દબંગાઈનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.